News Continuous Bureau | Mumbai
બોરીવલી પશ્ચિમમાં એમ એચ બી કોલોની થી શરૂ કરીને ગોરાઈ ડેપો સુધી સેકડોની સંખ્યામાં ઝુપડાઓ બની ગયા હતા.
આ ઝુંપડાઓ રસ્તા ના બંને કિનારે હતા તેમજ તેમાં રહેલા લોકો પોતાનો સંસાર મુખ્ય રસ્તા પર માંડીને બેઠા હતા. અનેક વર્ષોથી એવી માંગણી થઈ રહી હતી કે આ રસ્તાને ખુલ્લો કરવામાં આવે.
પરંતુ આ રસ્તો અનેક કારણોથી જેમનો તેમ હતો તેમ જ ઝુંપડાઓની સંખ્યા સતત વધી રહી હતી. જે કોઈ વ્યક્તિ એસેલ વર્લ્ડ અથવા દરિયાકાંઠે જવા માટે આવે તેને આ ઝુપડા જોવા પડતા હતા તેમ જ રસ્તા પર ફૂટપાથ ની કોઈ જ વ્યવસ્થા નહોતી.
આ સમાચાર પણ વાંચો: Realme 11 Pro સિરીઝ લોન્ચ, 200MP કેમેરા અને 5000mAh બેટરી, જાણો કિંમત અને ફીચર્સ
આખરે કડક પોલીસ બંદોબસ્ત હેઠળ મુંબઈ મહાનગરપાલિકાએ એમએચબી કોલોની થી શરૂ કરીને ગોરાઈ સુધી રસ્તાના બંને કિનારે રહેલા ઝૂંપડાઓ તોડી નાખ્યા છે. આવનાર દિવસોમાં અહીં સ્માર્ટ વોકિંગ ટ્રેક બનશે.
જુઓ વિડિયો