વર્ષ 2006માં મુંબઈ શહેર સ્વચ્છ અને ચોખ્ખું ચણક રાખવા માટે મુંબઈ મહાપાલિકાએ ક્લીન અપ માર્શલોને તૈનાત કર્યા હતા. જોકે આ ક્લીન અપ માર્શલોની દાદાગીરીથી મુંબઈગરાઓ હેરાન થઈ ગયા છે. જોકે ક્લીનઅપ માર્શલની દાદાગીરીથી માત્ર શહેરીજનો જ પરેશાન નહોતા, કોર્પોરેટરો પણ તેમની દાદાગીરીથી ત્રાસી ગયા હતા. ત્યારે રાજ્ય સરકારે ક્લીનઅપ માર્શલની કામગીરી પર પૂર્ણ વિરામ મૂકીને મુંબઈને સ્વચ્છ રાખવાની જવાબદારી સ્વચ્છતા દૂતને સોંપવાનો નિર્ણય કર્યો છે.
મહત્વનું છે કે વર્ષ 2006માં મુંબઈમાં સ્વચ્છતાને લઈને નવા નિયમો બનાવવામાં આવ્યા હતા, જે અંતર્ગત મુંબઈમાં ક્લીન અપ માર્શલની નિમણૂક કોન્ટ્રાક્ટ દ્વારા શરૂ થઈ હતી. મુંબઈમાં સાર્વજનિક જગ્યા થૂંકનારા બેજવાબદાર નાગરિકો સામે પગલાં લેવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ ક્લીન-અપ માર્શલ્સ તહેનાત કર્યા છે. પરંતુ દંડની રકમને લઈને કાયમ નાગરિકો અને ક્લીનઅપ માર્શલ્સ વચ્ચે વિવાદ થતો હોય છે. અમુક સમયે વિવાદ મારામારીથી લઈને પોલીસ ચોપડે સુધી પહોંચી જતો હોય છે. તેથી આ વિવાદને રોકવા મુંબઈની સ્વચ્છતાની જવાબદારી સ્વચ્છતા દૂતને આપવામાં આવશે.
મહત્વનું છે કે કોરોનાકાળ દરમિયાન, ક્લિનઅપ માર્શલોએ જાહેર સ્થળોએ થૂંકનારા અને માસ્ક વિના ફરતા લોકો સામે મોટા પાયે કાર્યવાહી કરી અને લગભગ 92 કરોડ રૂપિયા દંડ વસૂલ્યો. તે દરમિયાન ક્લિનઅપ માર્શલ પર સામાન્ય લોકોને હેરાન કરવાનો અને દાદાગીરીનો પણ આરોપ લાગ્યો હતો. જોક હવે મુંબઈના રસ્તાઓ પર ક્લીનઅપ માર્શલ્સ જોવા મળશે નહીં. કારણ કે BMCએ તેમનો કોન્ટ્રાક્ટ ન વધારવાનો નિર્ણય લીધો છે.
આ સમાચાર પણ વાંચો : ‘આ’ રાજ્યમાં સરકારની સ્થાપના માટે ભાજપને NCPનું સમર્થન
રાજ્ય સરકારની સૂચનાથી કોરોનાના સમયગાળા દરમિયાન અન્ય કામ કરનારા સ્વચ્છતા દૂતને મુંબઈની સફાઈની જવાબદારી સોંપવામાં આવશે. જેમાં 10 સ્વચ્છતા દૂત પર 1 સુપરવાઇઝર મૂકવામાં આવશે, જેઓ તેમના કામ પર નજર રાખશે અને રિપોર્ટ તૈયાર કરશે. ખાસ વાત એ છે કે સ્વચ્છતા દૂત રસ્તા પર થૂંકનારા અને ગંદકી ફેલાવનારાઓ સામે ન તો કોઈ સજા કરી શકશે અને ન તો કોઈ કાર્યવાહી કરી શકશે. સ્વચ્છતા દૂત લોકોને સ્વચ્છતાના પાઠ ભણાવશે.
BMC કમિશનર I.S. ચહલે BMCના તમામ 24 વોર્ડ ઓફિસરોને આગામી થોડા દિવસોમાં 5,000 સ્વચ્છતા દૂતોની નિમણૂક કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે. સ્વચ્છતા દૂતની નિમણૂક માટે બનાવવામાં આવેલી નીતિમાં તેમની ફરજો, કામના કલાકો, પગાર વગેરે નક્કી કરવામાં આવ્યા છે. સ્વચ્છતા દૂતની ભરતીમાં કોરોનાના સમયગાળા દરમિયાન સફાઈ કામ કરતા કર્મચારીઓને પ્રાથમિકતા આપવામાં આવશે. કયા વિસ્તારમાં, કયા રોડ પર ગંદકી છે, ક્યાં પાણી જમા થાય છે અને જ્યાં સ્વચ્છતા જરૂરી છે તે અંગેની માહિતી વોર્ડ કક્ષાએ સ્વચ્છતા દૂત આપશે. એટલું જ નહીં, મુંબઈમાં બનેલા શૌચાલય સ્વચ્છ છે કે નહીં તેના પર પણ નજર રાખશે.
આ સમાચાર પણ વાંચો : IND Vs AUS: PM મોદીએ રોહિત શર્માને કેપ સોંપી, ત્યારબાદ કર્યું એવું કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સહિત સ્ટીવ સ્મિથ થઈ ગયા ખુશ.
Join Our WhatsApp Community