News Continuous Bureau | Mumbai
Mumbai Crime :માયાનગરી મુંબઈ (Mumbai) માં સાયબર ગુનેગારો (Cyber fraud) એ એક ડોક્ટરને ઠગી લીધા. ચોમાસાની ઋતુમાં ઘરે બેઠા સમોસા ખાવાની ઈચ્છાએ ડોક્ટર(Doctor) ને ચૂનો ચોપડી દીધો. મુંબઈના એક ડોક્ટરે 25 પ્લેટ સમોસા ઓનલાઇન ઓર્ડર કર્યા હતા. આટલા સમોસાના બદલામાં ડોક્ટરના એકાઉન્ટમાંથી એક લાખ 40 હજાર રૂપિયા ઉપડી ગયા.
સમોસા મંગાવવામાં 1.40 લાખ રૂપિયા ગુમાવ્યા
મળતી માહિતી મુજબ, મુંબઈમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત KEM હોસ્પિટલ (KEM Hospital) ના 27 વર્ષીય ડૉક્ટરે તેની મનપસંદ રેસ્ટોરન્ટમાંથી 25 પ્લેટ સમોસાનો ઓનલાઈન ઓર્ડર (Online order) કર્યો હતો, પરંતુ ઓર્ડર આપ્યા બાદ તેના ખાતામાંથી 1.40 લાખ રૂપિયા કપાઈ ગયા. પોલીસ અધિકારીએ સોમવારે આ જાણકારી આપી.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના શનિવારે સવારે 8.30 થી 10.30 વચ્ચે બની હતી. તેમણે કહ્યું કે પીડિતા અને તેના સાથીઓએ કર્જતમાં પિકનિકનું આયોજન કર્યું હતું, જેના માટે તેમણે સમોસા (Samosa) મંગાવ્યા હતા. ડોક્ટરે રેસ્ટોરન્ટનો નંબર ઓનલાઈન શોધી કાઢ્યા બાદ ઓર્ડર આપ્યો.
ઠગની ચુંગાલમાં ફસાયો ડોક્ટર
પોલીસે જણાવ્યું કે જ્યારે ડોક્ટરે તે નંબર પર કોલ કર્યો ત્યારે જવાબ આપનારએ તેને 1,500 રૂપિયા એડવાન્સ ચૂકવવાનું કહ્યું. ત્યારબાદ ડૉક્ટરને એક વોટ્સએપ મેસેજ (Whatsapp message) મળ્યો, જેમાં ઓર્ડરની પુષ્ટિ થઈ અને પૈસા ઓનલાઈન મોકલવા માટે બેંક એકાઉન્ટ નંબર પણ હતો.જેમાં તેને ફોન પર 1500 રૂપિયા આપવાનું કહેવામાં આવ્યું હતું..
આ સમાચાર પણ વાંચો: Today’s Horoscope : આજે 12 જુલાઈ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.
ડૉક્ટરના ઉડી ગયા હોશ
આ પછી ડોક્ટરે 1500 રૂપિયાનું પેમેન્ટ કરી દીધુ, પરંતુ રેસ્ટોરન્ટવાળા તરફથી ફોન આવ્યો કે તેમને પૈસા મળ્યા નથી. ત્યારબાદ ડોક્ટરને પેમેન્ટ કરવા માટે ફરી એક લિંક મોકલવામાં આવી. તેમણે આ લિંકથી પેમેન્ટ કર્યું અને તેમના એકાઉન્ટમાંથી 28 હજાર રૂપિયા કપાઈ ગયા. આ જોઈને ડૉક્ટરના હોશ ઉડી ગયા. તેઓ કઈ કરે ત્યાં સુધીમાં તો તેમના ખાતા સંલગ્ન 3-4 મેસેજ આવ્યા અને તેમના ખાતામાંથી ધડાધડ પૈસા કપાવવા લાગ્યા.
પોલીસ કરી રહી છે તપાસ
ત્યારબાદ તેમણે બેંકને ફોન કરીને પોતાનું બેંક એકાઉન્ટ બ્લોક કરાવ્યું પરંતુ ત્યાર સુધીમાં તેમના ખાતામાંથી 1.40 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. પોલીસે હવે એ વાતની તપાસ કરી રહી છે કે પેમેન્ટ કરવા માટે લિંક રેસ્ટોરન્ટ તરફથી મોકલવામાં આવી હતી કે પછી સાઈબર ગુનેગારોએ વચ્ચે ફાચર મારી અને ડોક્ટરને ચૂનો ચોપડી દીધો.
અધિકારીએ વધુમાં જણાવ્યું કે ડોક્ટરની ફરિયાદ પર ભોઇવાડા પોલીસ સ્ટેશનમાં IPC અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો: Coffee Face Pack : ચહેરાના ગ્લો માટે આ રીતે કોફીનો કરો ઉપયોગ, ટેનિંગ દૂર કરીને ત્વચાને આપશે કુદરતી ચમક..