Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Fire: મુંબઈના કાંદિવલીમાં 23 માળની રહેણાંક ઈમારતમાં લાગી આગ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે હાજર..

Mumbai Fire: કાંદિવલી વિસ્તારમાં આવેલી 23 માળની SRA બિલ્ડિંગના 13મા માળે આગ લાગી હતી. રાહતની વાત એ છે કે આગની આ ઘટનામાં હજુ સુધી કોઈને ઈજા થઈ નથી.

Mumbai Fire Massive Fire Breaks Out At 23-Storey Building of Mumbai's Kandivali

Mumbai Fire Massive Fire Breaks Out At 23-Storey Building of Mumbai's Kandivali

 News Continuous Bureau | Mumbai

Mumbai Fire: ઉત્તર મુંબઈના કાંદિવલી વિસ્તારમાં આજે સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે.  23 માળની રહેણાંક બિલ્ડીંગમાં  આગ ભભૂકી ઉઠી છે. આ આગ બિલ્ડિંગના 13મા માળે લાગી હતી. રાહતની વાત એ છે કે હજી સુધી આગની આ ઘટનામાં કોઈને ઈજા થવાના સમાચાર નથી. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ સાથે ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

Join Our WhatsApp Channel

અગાઉ ડોમ્બિવલીમાં એક બિલ્ડિંગમાં આગ લાગી હતી

હાલ ફાયર બ્રિગેડ સ્ટાફ દ્વારા બિલ્ડિંગમાં લાગેલી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને પરિસ્થિતિ કાબૂમાં છે. અગાઉ ડોમ્બિવલીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. ડોમ્બિવલીમાં એક બહુમાળી રહેણાંક ઇમારતમાં આગ લાગી હતી. આ આગના કારણે બિલ્ડિંગની પાંચથી છ માળની ગેલેરી બળીને રાખ થઈ ગઈ હતી.

આ સમાચાર પણ વાંચો :  Mumbai Fire : મુંબઈના કાલાચોકી વિસ્તારમાં ફાટી નીકળી ભીષણ આગ, ફાયર બ્રિગેડે શરૂ… જુઓ વિડીયો

શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી

જોકે, લોકો બિલ્ડીંગમાં ત્રીજા માળ સુધી જ રહેતા હતા, જે સૌથી મોટી રાહતની બાબત હતી. બિલ્ડીંગમાં આગ લાગ્યા બાદ તરત જ અહીં રહેતા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર બિલ્ડીંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે થોડી જ વારમાં ઉપરના માળ સુધી ફેલાઈ ગઈ હતી.

Vasai 11th Floor Lobby Window Fall – વસઈમાં ૧૧મા માળની લોબીની બારીમાંથી પટકાતાં ૬ વર્ષના બાળકનું કરુણ મોત
Nirmalnagar Police Theft Solved – નિર્મલનગર પોલીસની સફળ કામગીરી: ખુલ્લા દરવાજામાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલી સંપૂર્ણ મુદ્દામાલ જપ્ત
Mumbai Lokhandwala Fire AQI – લોખંડવાલા બેક રોડ નજીક આગની ઘટનાઓથી હવાની ગુણવત્તા ખરાબ, સ્થાનિકોએ BMC પાસે કડક કાર્યવાહીની કરી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version