News Continuous Bureau | Mumbai
મુંબઈમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાકોલા બ્રિજ પર મધરાતે 1.30ની આસપાસ એક મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માત ટેમ્પો અને બસ વચ્ચે સર્જાયો હતો. આ અકસ્માતમાં ટેમ્પો ચાલકનું મોત થયું છે. બસ ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. મહત્વનું છે કે, આ બસમાં કેથે પેસિફિક એરલાઈન્સના કર્મચારીઓ હતા, જેઓ તાજ લેન્ડ એન્ડ હોટલ જઈ રહ્યા હતા. આ તમામ કર્મચારીઓ સ્થાનિક નાગરિક છે.
#મુંબઈમાં વેસ્ટર્ન એક્સપ્રેસ #હાઈવે પર મધરાતે #ટેમ્પો અને #બસ વચ્ચે થયો #અકસ્માત, બસ ચાલક ફરાર.. જુઓ #વિડીયો..#Mumbai #WEH #accident #westernexpresshighway #RoadAccident #video pic.twitter.com/xZuCDIDlzt
— news continuous (@NewsContinuous) March 3, 2023
કેવી રીતે થયું અકસ્માત
કેથે પેસિફિક એરલાઈન્સના કર્મચારીઓ મર્સિડીઝ બેન્ઝ બસમાં હોટેલ તાજ લેન્ડ એન્ડમાં જઈ રહ્યા હતા. બસ વાકોલા બ્રિજ પર પહોંચતા જ ટેમ્પો અને બસ સામસામે અથડાયા હતા. આ અકસ્માતમાં ટેમ્પો ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે બસ ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. દરમિયાન પોલીસને માહિતી મળી છે કે આ અકસ્માતમાં બસમાં સવાર એક મહિલાને નાક પર ઈજા થઈ છે. તેમજ બસમાં તમામ સ્ટાફ વિદેશી નાગરિકો છે અને તમામ સુરક્ષિત છે. અકસ્માતમાં ખરેખર કોની ભૂલ હતી તે હજુ સ્પષ્ટ થયું નથી.
આ સમાચાર પણ વાંચો : આ લીલું ફળ બેજાન વાળને શ્રુતિ હસનની જેમ મુલાયમ અને ચમકદાર બનાવશે.
હાઈવે પર ટ્રાફિક જામ
અકસ્માતને કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. ટેમ્પો દ્વારા માછલીઓનું પરિવહન કરવામાં આવી રહ્યું હતું. અકસ્માત બાદ માછલીઓ રસ્તા પર પડી હતી. જેના કારણે રસ્તો પણ લપસણો બની ગયો હતો. સ્થળ પર હાજર મુંબઈ પોલીસ, ટ્રાફિક પોલીસ, ફાયર બ્રિગેડના જવાનોએ બસ કર્મચારીઓની પૂછપરછ કરી હતી. હાલ પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Join Our WhatsApp Community