News Continuous Bureau | Mumbai
 Mumbai Local: પશ્ચિમ રેલવે (Western Railway) પર ગ્રાન્ટ રોડ (Grant Road) પાસે ચાલતી લોકલ (Mumbai Local) માં એક યુવકે 24 વર્ષની યુવતીની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો . આ યુવક વિરુદ્ધ મુંબઈ સેન્ટ્રલ રેલવે પોલીસ સ્ટેશન (Mumbai Central Railway Police Station) માં છેડતીનો કેસ નોંધવામાં આવ્યો છે.મલાડમાં રહેતી આ યુવતી શુક્રવારે રાત્રે કામ માટે ચર્ની રોડ લોકલમાં જઈ રહી હતી.જેવી તે ગ્રાન્ટ રોડ સ્ટેશન પર પહોંચી કે તરત જ એક યુવકે તેની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો.
તે યુવતીને અશ્લીલ વર્તન અને અશ્લીલ ટિપ્પણીઓ કરી હેરાન કરી રહ્યો હતો. સંબંધિત યુવતીએ બૂમો પાડતાં લોકલ ધીમી પડતાં જ યુવક ટ્રેનથી કૂદીને ભાગી ગયો હતો. આ અંગે યુવતીએ બુધવારે મુંબઈ સેન્ટ્રલ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે છેડતીનો ગુનો નોંધ્યો છે. પોલીસ આરોપીને શોધી રહી છે. 
આ પછી યુવતીએ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) પાસે જઈને ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હતો. આરપીએફ, જીઆરપી (GRP), ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) અને મુંબઈ પોલીસે ટીમો બનાવી આરોપીઓની શોધ શરૂ કરી. પોલીસ સ્ટેશનમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસી રહી છે.
CSMT-પનવેલ લોકલમાં યુવતી પર હુમલો
થોડા દિવસો પહેલા હાર્બર માર્ગ પર મસ્જિદ બંદર અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) સ્ટેશનો વચ્ચે એક ભયાનક ઘટના બની હતી. પીડિતા મુંબઈના ગિરગાંવની રહેવાસી છે અને નવી મુંબઈના બેલાપુરમાં પરીક્ષા આપવા જઈ રહી હતી. પીડિતા સીએસએમટી-પનવેલ લોકલ ટ્રેનના સેકન્ડ ક્લાસ કોચમાં મુસાફરી કરી રહી હતી. ટ્રેન શરૂ થતાં જ આરોપી કોચમાં ચડી ગયો. યુવતી એકલી મુસાફરી કરી રહી હતી. આનો ફાયદો ઉઠાવીને આરોપીએ તેની સાથે દુષ્કર્મ કર્યું. આ વખતે યુવતીએ પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણીએ ચીસો પાડવાનું શરૂ કર્યા પછી, આરોપી મસ્જિદ બંદર સ્ટેશન પર ઉતરી ગયો અને ભાગી ગયો.
આ સમાચાર પણ વાંચો: Business Idea: માત્ર 10000 રૂપિયામાં કેળાના પાઉડરનો બિઝનેસ કરો શરૂ, એક વર્ષમાં તો કરતા થશો બમ્પર કમાણી
મહિલાઓની સુરક્ષાનો પ્રશ્ન ઉપસ્થિત છે
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈને સુરક્ષિત માનવામાં આવે છે. મુંબઈમાં મહિલાઓ રાત્રીના એક વાગ્યે પણ લોકલ ટ્રેનમાં એકલી મુસાફરી કરી શકે છે અને સુરક્ષા માટે મહિલાઓના ડબ્બામાં પોલીસ તૈનાત હોય છે. જો કે, આ ઘટનાએ લોકલ ટ્રેનોમાં મહિલા મુસાફરોની સુરક્ષાનો (Protection of women passengers) મુદ્દો ઉઠાવ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં મહિલાઓ સામેની હિંસામાં વધારો ચિંતાજનક છે
દિવસ દરમિયાન પણ મહિલાઓના ડબ્બાને સુરક્ષા આપો
આ વિસ્તારમાં મહિલાઓ પર હિંસાની આ પહેલી ઘટના નથી, તેથી જ આ ઘટનાઓને રોકવા માટે પોલીસ દ્વારા રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી મહિલા બસનું પેટ્રોલિંગ કરવામાં આવે છે. પરંતુ હવે જો દિવસ દરમિયાન આવી ઘટનાઓ બની રહી હોય તો દિવસ દરમિયાન પણ મહિલા કોચને પોલીસ સુરક્ષા આપવામાં આવે તેવી દરેક મહિલા મુસાફરની માંગ છે.