News Continuous Bureau | Mumbai
Mumbai local : મુંબઈ લોકલ અવાર નવાર એક યા બીજા કારણોસર ચર્ચામાં રહે છે. મુંબઈ લોકલ (Mumbai local) માં દિવસેને દિવસે ગુનાની ઘટનાઓ વધી રહી છે. થોડા દિવસો પહેલા, મસ્જિદ બંદર અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ વચ્ચે હાર્બર લાઇન પર પરીક્ષા આપવા જઈ રહેલી એક યુવતી પર ઉત્પીડનની ઘટના બની હતી. આ પછી, તાજેતરમાં વેસ્ટર્ન લાઇન(Western line) પર ચર્ની રોડ અને ચર્ચગેટ સ્ટેશન વચ્ચે ચાલતી લોકલ ટ્રેનમાં અશ્લીલ હરકતો કરીને એક યુવતીની છેડતી કરવાનો બનાવ બન્યો હતો.
જુઓ વિડીયો
Video | Drug addict junkie boarded the crowded ladies compartment of a local train in Mumbai on Tuesday & began smoking Cannabis (Ganja). He boarded the 7.14 pm Mumbai CSMT to Badlapur local at Byculla. Inspite of protesting woman he bagan smoking drugs even as the train… pic.twitter.com/b33jtztulc
— MUMBAI NEWS (@Mumbaikhabar9) July 4, 2023
દરમિયાન હવે મુંબઈ લોકલ (Mumbai local) માં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મુંબઈ લોકલના સેન્ટ્રલ લાઈન પર સીએસએમટી (CSMT) થી બદલાપુર જતી ટ્રેનમાં લેડીઝ ડબ્બા ( ladies’ compartment) નો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક યુવક મુંબઇ લોકલ ટ્રેનના મહિલા ડબ્બામાં ગાંજો (ganja ) પીતો જોવા મળે છે. આ વીડિયો મંગળવાર (4 જુલાઈ) સાંજનો હોવાનું કહેવાય છે. ઘણા લોકોએ આ વાયરલ વીડિયો(viral video) પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે અને કાર્યવાહીની માંગ કરી છે.
આ સમાચાર પણ વાંચો : PM Modi visit : પ્રધાનમંત્રી 7-8 જુલાઈના રોજ 4 રાજ્યોની લેશે મુલાકાત, લગભગ રૂ. 50,000 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે
ગાંજો પિતા અને ધૂમ્રપાન કરતો જોવા મળ્યો
મંગળવારે સાંજે લોકલ ભીડના સમયે એક યુવક CSMT થી બદલાપુર જતી લોકલ ટ્રેનના મહિલાના ડબ્બામાં ઘુસી ગયો હતો. બાદમાં તે ગાંજો પિતા અને ધૂમ્રપાન કરતો જોવા મળ્યો હતો, જેનાથી દરેક લોકો હેરાન થઈ ગયા હતા. મહિલાઓએ તેને ડબ્બામાંથી ઉતારવાનો પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ રહી. યુવક ભાયખલા સ્ટેશન પર સાંજે 7.14 કલાકે સીએસએમટી બદલાપુર ટ્રેનમાં ચડ્યો હતો. બાદમાં મહિલા આરપીએફ દ્વારા તેને કુર્લા સ્ટેશન પર ઉતારવામાં આવ્યો હતો.