News Continuous Bureau | Mumbai
વ્યક્તિના ભાગ્ય સારા હોય છે તેને કોઈપણ મુશ્કેલીઓથી બચી જાય છે. એવું જ કંઈક મુંબઈમાં રસ્તો ક્રોસ કરતા રાહદારી સાથે થયું છે. મુંબઈના ચાંદિવલીના પવઈમાં એક બસે રાહદારીને ટક્કર મારી હતી. ત્યાંથી પસાર થતા રાહદારીઓ જોતા જ રહ્યા અને બસ માણસ ઉપરથી પસાર થઈને આગળ વધી. આ ઘટના મંગળવારે બપોરે 2.40 કલાકે બની હતી. ફેશનેબલ પવઇ વિસ્તારમાં લેકસાઇડ કોમ્પ્લેક્સ નજીક એવરેસ્ટ હાઇટ્સ બિલ્ડિંગની બહાર બનેલી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. એક યુઝરે આ વીડિયોને ટ્વીટર પર શેર કર્યો અને થોડી જ વારમાં વીડિયો વાયરલ થઈ ગયો.
'રામ રાખે એને કોણ ચાખે'.. #મુંબઈના એક #બસે #રાહદારીને મારી ટક્કર, પછી થયો એવો #ચમત્કાર કે…, જુઓ #વિડિયો#Mumbai #bus #ViralVideo #roadcross #chandivali #powai #newscontinuous pic.twitter.com/5lHWaacd1V
— news continuous (@NewsContinuous) December 15, 2022
આ 45-સેકન્ડના વાયરલ વિડિયોમાં, એક વ્યસ્ત રોડ જોઈ શકાય છે જ્યાં ટ્રાફિકમાં કેટલીક ઓટો અને કારની કતાર લાગેલી છે, જ્યારે એક બસ વિરુદ્ધ દિશામાંથી આવી રહી છે. જ્યારે કેટલીક મહિલાઓ ઉતાવળમાં રસ્તો ક્રોસ કરે છે, ત્યારે સફેદ કુર્તા-પાયજામા માં એક માણસ રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે ત્યારે બસ તેને ટક્કર મારે છે. આ પછી તે વ્યક્તિ નીચે પડતા બસ તેની ઉપરથી પસાર થાય છે.
આ સમાચાર પણ વાંચો: G20 મિટિંગ માટે મુંબઈનું કરાયું બ્યુટિફિકેશન… શહેરની ઝૂંપડપટ્ટીઓને આવી રીતે છુપાવવામાં આવી.. જુઓ વિડીયો
આ અકસ્માત જોઈને ત્યાં હાજર લોકો ડરી ગયા અને બૂમો પાડીને બસને રોકી દીધી. થોડી વાર પછી જે વ્યક્તિ બસની અડફેટે આવી હતી તે ઊભો થાય છે અને બૂમો પાડતો ડ્રાઈવર પાસે જાય છે.