ઉત્તર મુંબઈના લીંક રોડ તેમજ હાઇવે પર સખત ટ્રાફિક ( Mumbai Traffic Jam ) માં પરેશાન થતાં મુંબઈ વાસીઓ માટે મેટ્રો ટ્રેન ( Metro Train ) આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ મેટ્રો ટ્રેનમાં હવે લોકોની સંખ્યા સતત વધી રહી છે, 22 જાન્યુઆરી 2023 ના રોજ એટલે કે રવિવારના દિવસે રજા હોવા છતાં મેટ્રોમાં લગભગ 1,30,000 લોકોએ સફર કર્યું હતું.
સફર કરનાર લોકો રસ્તાના સ્થાને હવે સસ્તા, સુરક્ષિત અને ઝડપથી પહોંચાડી રહેલા નવા માર્ગ એટલે કે મેટ્રો ટ્રેનને પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને બોરીવલી હાઇવે થી શરૂ કરીને અંધેરી હાઇવે સુધી જનાર લોકોને હવે રેલ્વે સ્ટેશન સુધી જવાની જરૂર પડતી નથી, તેમજ હાઇવે પર બસની લાંબી લાઈન અને શેર એ ટેક્સી ની ઝંઝટમાંથી છુટકારો મળ્યો છે.
આ સમાચાર પણ વાંચો: મોટા સમાચાર : ઉદ્ધવ ઠાકરે હવેથી કાયદેસરના નહીં પરંતુ પાર્ટીના માનેલા પ્રમુખ. અધ્યક્ષ તરીકેની મુદત થઈ પૂરી.
મુંબઈ મેટ્રોના જન સંપર્ક અધિકારી દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ બીજા તબક્કાના ઉદ્ઘાટન પછી, મુંબઈ મેટ્રો નેટવર્કની મુસાફરી માટે મુંબઈવાસીઓનો પ્રતિસાદ સતત 3 દિવસથી સારો રહ્યો છે.