Site icon News Continuous Bureau | Mumbai

સંભાળીને રહેજો જરા… મેટ્રોના આ ત્રણ સ્ટેશનો પણ પાણી સપ્લાય કાપવામાં આવશે. જાણો મેટ્રોનો કયા મામલે બીએમસી સાથે થયો પંગો…

News Continuous Bureau | Mumbai 

ઘાટકોપર-વર્સોવા વચ્ચે દોડનારી મેટ્રો ટ્રેનનું સંચાલન કરનારી મુંબઈ મેટ્રો વન લિમિટેડ કંપનીએ મુંબઈ મહાગરપાલિકાના અનેક સ્ટેશનોનો પ્રોપર્ટી ટેક્સ ચૂકવ્યો નથી. તેથી મુંબઈ મહાનગરપાલિકાએ તેની સામે લાલ આંખ કરી છે. પાલિકાએ પહેલા તેમને નોટિસ ફટકારી હતી. હવે 24 પ્રોપર્ટીની જપ્તીની પ્રક્રિયા ચાલુ કરી છે. જો આપેલી મુદતમાં ટેક્સ નહીં ભર્યો તો તેમના પાણીના જોડાણ કાપી નાખવાની ચેતવણી પણ પાલિકાએ આપી છે.

Join Our WhatsApp Channel

મુંબઈની પહેલી મેટ્રો લાઈનનું સંચાલન મુંબઈ મેટ્રો વન લિમિટેડ દ્વારા કરવામાં આવે છે,  જેમાં રિલાયન્સ ગ્રૂપની ઈન્ફ્રા કંપનીનો હિસ્સો 74 ટકા છે, તો 26 ટકા હિસ્સો મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી પાસે છે.

આ સમાચાર પણ વાંચો :અરેરેરે! વિદ્યાર્થીઓનું ટેન્શન વધ્યું. મુંબઈમાં બારમાનું આ વિષયનું પેપર ફૂટ્યુ. પોલીસે કોચિંગ ક્લાસના માલિકની કરી ધરપકડ. જાણો વિગતે

પાલિકાના કે-ઈસ્ટ અને કે-વેસ્ટ વોર્ડ દ્રારા કંપનીને બાકી રહેલો પ્રોપર્ટી ટેક્સ ચૂકવી દેવા માટે નોટિસ મોકલી છે, જેમાં  વર્સોવા, આઝાદ નગર અને ડી.એન.નગર મેટ્રો સ્ટેશનો પ્રોપર્ટી ટેક્સ ભરવામા આવ્યો નથી. પાલિકા આ પહેલા પણ તેમને નોટિસ મોકલી ચૂકી છે. પરંતુ તેમની તરફથી જવાબ આવ્યો નહોતો. તેથી પાલિકાએ હવે ત્રણ સ્ટેશનની 24 મિલકત જપ્ત કરવાની શરૂઆત કરી રહી છે. ત્યારબાદ પણ ટેક્સ નહીં ભર્યો તો તેમના પાણી અને અન્ય જોડાણ કાપી નાખવામાં આવશે એવી ચેતવણી પાલિકાએ આપી છે.

Vasai 11th Floor Lobby Window Fall – વસઈમાં ૧૧મા માળની લોબીની બારીમાંથી પટકાતાં ૬ વર્ષના બાળકનું કરુણ મોત
Nirmalnagar Police Theft Solved – નિર્મલનગર પોલીસની સફળ કામગીરી: ખુલ્લા દરવાજામાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલી સંપૂર્ણ મુદ્દામાલ જપ્ત
Mumbai Lokhandwala Fire AQI – લોખંડવાલા બેક રોડ નજીક આગની ઘટનાઓથી હવાની ગુણવત્તા ખરાબ, સ્થાનિકોએ BMC પાસે કડક કાર્યવાહીની કરી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version