News Continuous Bureau | Mumbai
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મુંબઈની મુલાકાત દરમિયાન 40 હજાર કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. આ સાથે તેમણે મુંબઈ મેટ્રો રેલ લાઈન 2A અને 7નું પણ ઉદ્ઘાટન કર્યું. આ બે મેટ્રો લાઈનો બનાવવા માટે લગભગ 12,600 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. હવે આ બંને મેટ્રો લાઇન શુક્રવારથી સામાન્ય લોકો માટે ખુલી જશે.
Mumbai Metro: ટિકિટ કેટલી હશે?
આ 35 કિમીની મેટ્રો લાઇન પર મુસાફરી કરવા માટે મુસાફરોને લગભગ 60 રૂપિયા ખર્ચવા પડશે. મેટ્રો 7ના 16.5 કિમીના પટમાં મુસાફરી કરવા માટે મુસાફરોએ લગભગ 30 રૂપિયા ખર્ચવા પડશે, જ્યારે મેટ્રો-2એના 18.6 કિમીના પટ માટે મહત્તમ ભાડું 30 રૂપિયા હશે. આ બંને મેટ્રો કોરિડોર ઘાટકોપર અને વર્સોવા વચ્ચે ચાલતા મેટ્રો-3 કોરિડોર સાથે પણ જોડાયેલા છે.
Mumbai Metro: કલાકોની મુસાફરી મિનિટોમાં પૂરી થશે
મેટ્રો 2A અને મેટ્રો 7 રૂટ મુંબઈકરોની મુસાફરીને સરળ બનાવશે. આ સુવિધાને કારણે યાત્રીઓની મુસાફરી થોડી જ મિનિટોમાં પૂરી થઈ જશે. તેનું સૌથી મોટું કારણ એ છે કે આ મેટ્રો જે રૂટ પર બની છે તે સૌથી વ્યસ્ત છે. આ માર્ગ અંધેરી પૂર્વથી દહિસર પૂર્વ સુધીનો છે. આ મુખ્ય હાઇવે પર મેટ્રોના નિર્માણને કારણે અંધેરી અને દહિસર વચ્ચે રહેતા નાગરિકો ને મોટી રાહત મળી છે. સવારે દહિસર થી અંધેરી સુધીની 30 મિનિટની સફર પૂર્ણ કરવામાં સામાન્ય રીતે એક થી દોઢ કલાકનો સમય લાગે છે. સાંજે ટ્રાફિકમાં અટવાઈ જાવ તો પણ એટલો જ સમય વેડફાઈ જાય છે. પરંતુ હવે નવી મેટ્રો લાઇન શરૂ થતાં શહેરીજનોનો સમય ઘણો બચી જશે.
આ સમાચાર પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં નવી મેટ્રો લાઈનનું કર્યું ઉદ્ઘાટન. જાણો શું છે ખાસિયત.. તથા રૂટ અને ટ્રેનનું ટાઈમ ટેબલ
Join Our WhatsApp Community