News Continuous Bureau | Mumbai
1 થી 30 એપ્રિલની વચ્ચે મુંબઈ શહેર, પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાં ઓટો અને ટેક્સી બંને ડ્રાઇવરો દ્વારા ભાડું લેવાથી ઇનકાર કરવા સંબંધિત કેસ માટે રેકોર્ડ 25,168 ડ્રાઇવરો સામે કેસ નોંધવામાં આવ્યો હતો.
બાંદ્રા પૂર્વ અને પશ્ચિમ, અંધેરી પશ્ચિમ, જુહુ-સાંતાક્રુઝ, કાંદિવલી પૂર્વ, માનખુર્દ, ગોરેગાંવ પૂર્વ સહિતના અન્ય વિસ્તારોમાં મર્યાદિત સંખ્યા હતી વધુ સંખ્યામાં પેસેન્જરને બેસાડવા બદલ રિક્ષા ડ્રાઇવરોને દંડિત કરવામાં આવ્યા હતા.
આ ડ્રાઈવ પાર પાડવા માટે મોટી સંખ્યામાં ટ્રાફિક પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ રસ્તા પર મોજુદ હતા.. ડ્રાઇવ દરમ્યાન અધિકારીઓએ નોંધ્યું હતું કે અનેક જગ્યાએ લઘુત્તમ ભાડું તેમજ શેરિંગ રીક્ષા નું ભાડું યોગ્ય હોવા છતાં અનેક પેસેન્જર પાસેથી વધુ પૈસા પડાવવામાં આવી રહ્યા હતા.. આવા લોકોને દંડિત કરવામાં આવ્યા હતા.
મુંબઈ શહેરમાં એક મહિના દરમિયાન ચાલીસ હજારથી વધુ લોકોને દંડિત કરવામાં આવ્યા છે. પોતાની ડ્રાઇવ દરમિયાન પોલીસે નોંધ્યું હતું કે અનેક રિક્ષાવાળાઓ વન વે માં અથવા સિગ્નલ તોડવામાં જરાય ગભરાટ કે ખચકાટ અનુભવતા નહોતા. આવા ડ્રાઇવરોને દંડિત કરવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર પોલિટિક્સ: શરદ પવારના રાજીનામું પાછું ખેંચવા પર શિવસેનાએ કહ્યું- ‘ડ્રામા’ પર પડદો પડ્યો, શરદ પવારને આ મુદ્દે ‘નિષ્ફળ’ કહ્યા.