Site icon News Continuous Bureau | Mumbai

Mumbai rain : ઘાટકોપર હાઈવે ના પેટ્રોલ પંપ પર મોટું હોર્ડિંગ થયું ધરાશાયી, ઘણા ફસાયા હોવાની આશંકા; જુઓ વિડીયો

Mumbai rain : આ અકસ્માત સાડા ચાર વાગ્યે થયો હતો. ઘાટકોપર ઈસ્ટના પંતનગરમાં ઈસ્ટ હાઈવે પર પોલીસ ગ્રાઉન્ડ પેટ્રોલ પંપ છે. આ અકસ્માત અહીં થયો હતો. હોર્ડિંગ સીધુ પેટ્રોલ પંપ પર પડ્યું હતું. હોર્ડિંગનું કદ ઘણું મોટું હતું.

Mumbai rain hoarding collapses on petrol pump at ghatkopar highway

Mumbai rain hoarding collapses on petrol pump at ghatkopar highway

News Continuous Bureau | Mumbai

Mumbai rain : આજે મુંબઈ સહિત આસપાસ વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. ઉકળાટ-બફારા વચ્ચે શહેરમાં વાતાવરણ એકાએક પલટાઈ ગયું છે. મુંબઈ શહેરના અનેક ભાગોમાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે ઝરમર વરસાદ પણ પડી રહ્યો છે. દરમિયાન અહેવાલ છે કે ઘાટકોપર હાઈવે પોલીસ ક્વાર્ટર પેટ્રોલ પંપ પર હોલ્ડિંગ તૂટી જવાને કારણે કેટલાક લોકો હોર્ડિંગ્સ નીચે દટાઈ ગયા છે. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયું છે. દબાયેલા લોકોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Join Our WhatsApp Channel

 Mumbai rain : હોર્ડિંગ સીધુ પેટ્રોલ પંપ પર પડ્યું 

પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત સાડા ચાર વાગ્યે થયો હતો. ઘાટકોપર ઈસ્ટના પંતનગરમાં ઈસ્ટ હાઈવે પર પોલીસ ગ્રાઉન્ડ પેટ્રોલ પંપ છે. આ અકસ્માત અહીં થયો હતો. હોર્ડિંગ સીધુ પેટ્રોલ પંપ પર પડ્યું હતું. હોર્ડિંગનું કદ ઘણું મોટું હતું. ઘણા વાહનો, પેટ્રોલ પંપના કર્મચારીઓ હોર્ડિંગ્સ નીચે દટાયા હોવાના અહેવાલ છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai rain : મુંબઈમાં ભારે વરસાદ અને તોફાન, એરપોર્ટ પર હવાઈ સેવા પ્રભાવિત, ઘણી ફ્લાઈટ્સ ડાયવર્ટ કરાઈ

રાહત કાર્યમાં લાગી રહ્યો છે સમય 

ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. વરસાદ ચાલુ હોવાથી રાહત કાર્યમાં સમય લાગી રહ્યો છે. ઘણા હોર્ડિંગ્સ નીચે દટાયેલા છે. તેમને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. જાનહાનિ અંગે હજુ સુધી કોઈ માહિતી ઉપલબ્ધ નથી.

 Mumbai Air Pollution AQI Rises – મુંબઈની હવા ફરી બની ઝેરી! વાયુ પ્રદૂષણ વધતા સરેરાશ AQI 152 પર પહોંચ્યો; નેવી નગર-કુલાબામાં સૌથી વધુ 266 નોંધાયો
 Koyna Water Project 67 TMC Water – મુંબઈની તરસ છીપાવશે કોયનાનું પાણી: 67 TMC વધારાનું જળ લાવવા ₹40,000 કરોડની યોજના
 BMC CCTV in Sensitive Gardens – ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળાં? કુર્લા ગાર્ડનની ઘટના બાદ જાગી BMC, હવે મુંબઈના સંવેદનશીલ બગીચાઓમાં લગાવાશે CCTV કેમેરા
Bangladeshi Detained in Ghatkopar ઘાટકોપરમાં ગેરકાયદે રહેતા સાત બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા; દેશનિકાલ (Deportation) ની કાર્યવાહી શરૂ
Exit mobile version