મુંબઈકરોને છેલ્લા ઘણા દાયકાઓથી અવિરત બસ સેવા પૂરી પાડતી ‘બેસ્ટ’એ વધુ એક સેવા શરૂ કરી છે. બેસ્ટની ડબલ-ડેકર ઇલેક્ટ્રિક એસી બસ શરૂ થતાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બેસ્ટ પ્રવાસનું સૌથી સસ્તું સરકારી વાહન પણ માનવામાં આવે છે. આથી રોજ લાખો લોકો બસથી પ્રવાસ કરવાનું પસંદ કરે છે. હવે બેસ્ટ દ્વારા એસી ડબલ ડેકર બસ લાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે બેસ્ટ તેની બીજી એસી ડબલ-ડેકર ઇલેક્ટ્રિક બસ રજૂ કરવાનું આયોજન કરી રહ્યું
બેસ્ટ ઉપક્રમના જનરલ મેનેજર લોકેશ ચંદ્રાના જણાવ્યાનુસાર તેઓને બસ મળી ગઈ છે અને જે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલી રહી છે તે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. બસ આખા અઠવાડિયા દરમિયાન તેના નિયમિત રૂટ પર ચાલશે, પરંતુ સપ્તાહના અંતે હેરિટેજ રૂટ પર ચાલશે. પ્રારંભિક કરાર મુજબ, ફેબ્રુઆરીના અંત સુધીમાં વધુ ચાર બસો મુંબઈ પહોંચવાની હતી, પરંતુ કોઇ કારણોસર તે વિલંબિત થઈ.
આ સમાચાર પણ વાંચો : સતીશ કૌશિક પોતાની પાછળ પત્ની અને પુત્રી માટે છોડી ગયા આટલી સંપત્તિ, જાણો તેમની નેટવર્થ વિશે
ઉલ્લેખનીય છે કે ભારતની પ્રથમ એસી ઇલેક્ટ્રિક ડબલ-ડેકર બસ ગયા મહિને બેસ્ટ દ્વારા સેવામાં રજૂ કરવામાં આવી હતી, જે હાલમાં અઠવાડિયાના દિવસોમાં CSMT અને NCPA વચ્ચે અને સપ્તાહના અંતે હેરિટેજ રૂટ પર દોડે છે. બેસ્ટ આ વર્ષના અંત સુધીમાં આવી 900 બસો ખરીદવાની અને જૂન સુધીમાં વર્તમાન 45 નોન-એસી ડબલ-ડેકરને બદલવાની યોજના ધરાવે છે.