Site icon News Continuous Bureau | Mumbai

હેં! મુંબઈથી સિંધુદુર્ગ માત્ર 3 કલાકમાં પહોંચી શકાશે, આટલા હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનશે ગ્રીન ફીલ્ડ કોંકણ એક્સપ્રેસવે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે વચ્ચેની રાજનૈતિક દુશ્મની બહુ જાણીતી છે. છેલ્લા થોડા દિવસોથી તેમના વચ્ચેનું શાબ્દિક યુદ્ધ ચરણસીમાએ પહોંચી ગયું હતું, જેમાં નારાયણ રાણેને જેલ જવાની નોબત આવી હતી. જોકે હવે આ નારાયણ રાણેના ગઢ ગણાતા કોંકણના સિંધુદુર્ગને મુંબઈ સાથે રસ્તા માર્ગે સીધો જોડવાનો નિર્ણય ઉદ્ધવ સરકારે લીધો છે. વરલીથી સિંધુદુર્ગ વચ્ચે લગભગ 70,000 કરોડ રૂપિયાના ખર્ચે ગ્રીન ફીલ્ડ કોંકણ એક્સપ્રેસવે બાંધવાનો નિર્ણય મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSRDC)એ લીધો છે.

કાંદિવલીના એક NGOએ શરૂ કરી ઘરે-ઘરે જઈને પ્લાસ્ટિક એકત્રિત કરવાની મોહિમ; જાણો વિગત

હાલ પ્રોજેક્ટનો ડ્રાફ્ટ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ત્યાર બાદ આ રોડ બનાવવામાં વધુ ચાર વર્ષનો સમય લાગશે. એક વખત ગ્રીન ફીલ્ડ કોંકણ એક્સપ્રેસવે બની જશે તો મુંબઈથી સિંધુદુર્ગ વાયા રત્નાગિરિ માત્ર 3 કલાકમાં પહોંચી જશે. હાલ  400 કિલોમીટરનું અંતર પાર કરવા માટે સાતથી આઠ કલાકનો સમય લાગે છે.

Bangladeshi Detained in Ghatkopar ઘાટકોપરમાં ગેરકાયદે રહેતા સાત બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા; દેશનિકાલ (Deportation) ની કાર્યવાહી શરૂ
Mumbai Airport Customs Seizure મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી; ₹૪૨.૪૨ કરોડનો દાણચોરીનો મુદ્દામાલ જપ્ત, ૨૭ની ધરપકડ
Chembur Gate Collapse Tragedy ચેમ્બુરમાં લોખંડનો ગેટ માથે પડતાં 46 વર્ષીય સિક્યોરિટી ગાર્ડનું કરુણ મોત, પોલીસે તપાસ હાથ ધરી
Mumbai Underground Road Network 53 હજાર કરોડના ‘પાતાળ લોક’ પ્રોજેક્ટથી બદલાશે મુંબઈની તસવીર, જમીનની નીચે જોડાશે સી લિંક, એરપોર્ટ અને BKC
Exit mobile version