Site icon News Continuous Bureau | Mumbai

Mumbai: ઓશિવરામાં બે ચોરોએ EOW ના સીલબંધ ફ્લેટમાં ઘૂસી કર્યું આ પ્રકરણ… પોલીસે કરી ધરપકડ.. જાણો વિગતે..

Mumbai: મુંબઈમાં સીલ કરાયેલા ઘરમાં તોડફોડ કરી બે ચોરો ઘરમાં ઘૂસ્યા હતા અને પોલીસ સીલ હોવા છતાં, ચોરો ફ્લેટમાં પ્રવેશવામાં સફળ થયા હતા અને તિજોરીમાંથી પૈસા અને સોનું ચોરી ગયા હતા.

Mumbai Two thieves broke into the sealed flat of EOW in Oshiwara . Police arrested..

Mumbai Two thieves broke into the sealed flat of EOW in Oshiwara . Police arrested..

News Continuous Bureau | Mumbai

Mumbai: મુંબઈ પોલીસની ( Mumbai Police ) ઈકોનોમિક ઓફેન્સીસ વિંગ ( EOW ) દ્વારા સીલ કરાયેલા ઘરમાં ( sealed house ) તોડફોડ કરવા બદલ ઓશિવારા પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. પોલીસે ખુલાસો કર્યો હતો કે ગુનેગારોએ ( Criminals ) તિજોરીમાંથી પૈસા અને સોનું ચોરી ગયા હતા જે નાણાંનો ઉપયોગ આરોપીઓ ગોવા જવા માટે કર્યો હતો. 

Join Our WhatsApp Channel

પ્રાપ્ત માહિતી મુજબ, મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે EOW એ સપ્ટેમ્બરમાં એક મહિલા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો, જે કેસ નોંધાયા પછી તરત જ ક્યાંક ગુમ થઈ ગઈ હતી. મહિલા આરોપીને શોધવામાં અસમર્થ પોલીસે સપ્ટેમ્બરના અંતમાં મહિલાનો ફ્લેટ સીલ કરી દીધો હતો. જેમાં 29 ડિસેમ્બરના રોજ, મહિલાના ભાઈએ તેની બહેનના ફ્લેટમાં લગાવેલ સીસીટીવી ફૂટેજ ( CCTV footage ) જોયું હતું, જેમાં બે શકમંદોની ઘૂસણખોરીનો ખુલાસો થયો હતો. પોલીસ સીલ હોવા છતાં, ચોરો ફ્લેટમાં પ્રવેશવામાં સફળ થયા હતા અને તિજોરીમાંથી પૈસા અને સોનું ચોરી ગયા હતા.

સીસીટીવી ફૂટેજ તપાસતા પોલીસે બંનેને વેશ બદલાવીને વગર ચપ્પલના ઘરમાં પ્રવેશતા જોયા હતા…

પોલીસ દ્વારા સીલ કરવામાં આવેલ ફ્લેટ તોડવાની હિંમત કરનારા ચોરોને ( thieves ) પકડવાના પડકારનો સામનો કરતા પોલીસ ડેપ્યુટી કમિશનર અને સિનિયર ઈન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  Mumbai: મુંબઈના આ રેલવે લાઇનની લોકલ સેવાઓના સમયમાં થશે બદલાવ.. જાણો શું રહેશે નવું ટાઈમ ટેબલ.. વાંચો અહીં..

પ્રાપ્ત માહિતી મુજબ સીસીટીવી ફૂટેજ તપાસતા પોલીસે બંન્ને ચોરોને વેશ પલટો કરીને ઘરમાં પ્રવેશતા જોવા મળ્યા હતા. તપાસ બાદ તેમને મળેલી માહિતી મુજબ, પોલીસ પહેલા આરોપી પાસે પહોંચી હતી, કારણ કે સીસીટીવી ફૂટેજમાં તેનો ચહેરો સાફ દેખાયો હતો. જ્યારે પોલીસ પૂછપરછ માટે પહેલા આરોપીના ઘરે ગઈ હતી. ત્યારે પોલીસને ચોરીની કેટલીક વસ્તુઓ તેના ઘરે જોવા મળી હતી, જેણે પોલીસના મનમાં શંકાઓ ઊભી કરી હતી, જે બાદ પોલીસે પહેલા આરોપીના નિવાસસ્થાન પર નજર રાખવા માટે ટીમને સંકેત આપ્યો હતો. જ્યારે પહેલો આરોપી તેના સાથી આરોપીને મળવા ઓશિવારા ( Oshiwara ) પહોંચ્યા હતો, ત્યાર બાદ પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. તે બાદ તેની પૂછપરછ દરમિયાન તેણે તેના સાથીદારનું નામ જણાવ્યું હતું, જેના કારણે બીજા આરોપીની ઉલ્હાસનગરમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ બંને શકમંદોએ ચોરીની કબૂલાત કરી હતી અને પોલીસથી બચવા વેશપલટો કર્યો હતો એમ કબૂલ્યું હતું.

Vasai 11th Floor Lobby Window Fall – વસઈમાં ૧૧મા માળની લોબીની બારીમાંથી પટકાતાં ૬ વર્ષના બાળકનું કરુણ મોત
Nirmalnagar Police Theft Solved – નિર્મલનગર પોલીસની સફળ કામગીરી: ખુલ્લા દરવાજામાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલી સંપૂર્ણ મુદ્દામાલ જપ્ત
Mumbai Lokhandwala Fire AQI – લોખંડવાલા બેક રોડ નજીક આગની ઘટનાઓથી હવાની ગુણવત્તા ખરાબ, સ્થાનિકોએ BMC પાસે કડક કાર્યવાહીની કરી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version