News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર (Maharashtra) ના ગ્રામીણ ભાગમાં રહેલી ઠંડી (Cold) હવે મુંબઈ (Mumbai) તરફ રવાના થઇ છે. મુંબઈ શહેરના તાપમાનમાં એકાએક ચાર ડિગ્રી નો ઘટાડો થયો છે. સોમવારે સાંતાક્રુઝ (Santa cruz) માં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું જ્યારે કોલાબા (Colaba) માં મહત્તમ અને લઘુત્તમ તાપમાન (Minimum temperature) માં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. જેના કારણે દિવસ દરમિયાન પણ શહેરી વિસ્તારમાં આહલાદક ઠંડી (Delightfully cool) નો અનુભવ થયો હતો. કોલાબા વેધશાળા (Colaba Observatory) એ આગાહી કરી છે કે તાપમાનનો પારો વધુ ગગડી શકે છે. શહેર અને ઉપનગરોમાં ઠંડીની તીવ્રતામાં એકાએક વધારો થતાં નાગરિકોએ સ્વેટર ખરીદવાનું શરૂ કરી દીધું હોવાનું ચિત્ર બજારમાં જોવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પૂર્વીય પવનોએ મુંબઈ સહિત સમગ્ર કોંકણ દરિયાકાંઠા (Konkan Coast) ના વિસ્તારોમાં ઠંડી (winter) નું આગમન અટકાવી દીધું હતું. જેને કારણે નવેમ્બર મહિનો પૂરો થવા આવ્યો હોવા છતાં મુંબઈ માં ઠંડી આવી નહીં. આખરે રવિવારની રજાના આગલા દિવસે મુંબઈમાં ઠંડીએ પગ મૂક્યો હતો.
આ સમાચાર પણ વાંચો: જ્યોતિષ: આ રાશિના લોકો જન્મથી જ બની જાય છે કરોડોની સંપત્તિના માલિક, કુબેર દેવ હંમેશા દયાળુ રહે છે
મુંબઈગરાઓ છેલ્લા ઘણા દિવસોથી ઠંડીની રાહ જોઈ રહ્યા છે. નવેમ્બર મહિનો અડધો વીતી ગયો હોવા છતાં ઘરના પંખો ‘તેજ ગતિએ’ ફરતા હતા. પરંતુ હવે ઠંડીની એન્ટ્રી થતા પંખા અને એસીમાં રાહત મળી છે. ઉત્તર દિશામાંથી પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે આગામી બે-ત્રણ દિવસમાં ઠંડીનું જોર વધશે. બાદમાં તાપમાન સ્થિર રહેશે તેમ હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે મહારાષ્ટ્ર (Maharashtra) ના બાકીના ભાગોમાં ઠંડીની તીવ્રતા વધુ વધશે.
મુંબઈની સાથે થાણે, અલીબાગ, પાલઘર વિસ્તારમાં પણ ઠંડીની તીવ્રતા વધી છે. મુંબઈગરાઓ આ ઠંડીની મોસમ માણવા માટે પ્લાન બનાવવા લાગ્યા છે.