News Continuous Bureau | Mumbai
મુંબઈવાસીઓ માટે લોકલ ટ્રેન તેમની લાઈફલાઈન છે… મુંબઈવાસીઓ સસ્તી અને ઝડપી રીતે ગમે ત્યાં પહોંચવા માટે લોકલ દ્વારા મુસાફરી કરે છે. દરમિયાન મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ બોરીવલી સ્ટેશન પર કેટલીક ટ્રેનોના શેડ્યૂલ પ્લેટફોર્મ બદલવાનો નિર્ણય લીધો છે.
સત્તાવાર નિવેદનમાં, WR એ જણાવ્યું હતું કે, બોરીવલી સ્ટેશન પર મુસાફરોની સરળતા અને સગવડતા માટે, 11 ફેબ્રુઆરી, 2023 થી બોરીવલી ખાતે કેટલીક ટ્રેનોના શેડ્યૂલ પ્લેટફોર્મ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. WR ના મુખ્ય જનસંપર્ક અધિકારી – સુમિત ઠાકુર દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
1. ચર્ચગેટ – 08.22 કલાકે બોરીવલી પહોંચતી બોરીવલી એસી લોકલ ટ્રેન હવે પ્લેટફોર્મ નંબર 2ને બદલે પ્લેટફોર્મ નંબર 3 પર આવશે.
2. ચર્ચગેટ – બોરીવલી 08.25 કલાકે બોરીવલી પહોંચનારી લોકલ ટ્રેન હવે પ્લેટફોર્મ નંબર 3ને બદલે પ્લેટફોર્મ નંબર 2 પર આવશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈઃ વંદે ભારત એક્સપ્રેસમાં વિધાર્થિનીએ ગાયું દેશભક્તિ ગીત, સાંભળીને તાળીઓ પાડી ઉઠ્યાં PM મોદી, જુઓ વિડિયો..
3. બોરીવલી-ચર્ચગેટ એસી લોકલ ટ્રેન 08.26 વાગ્યે બોરીવલી સ્ટેશનથી ઉપડનારી લોકલ ટ્રેન હવે પ્લેટફોર્મ નંબર 2 ને બદલે પ્લેટફોર્મ નંબર 3 પરથી ઉપડશે.
4. બોરીવલી-ચર્ચગેટ લોકલ ટ્રેન જે બોરીવલી સ્ટેશનથી 08.30 વાગ્યે ઉપડનારી લોકલ ટ્રેન હવે પ્લેટફોર્મ નંબર 3ને બદલે પ્લેટફોર્મ નંબર 2 પરથી ઉપડશે.
મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોની નોંધ લે..
Join Our WhatsApp Community