News Continuous Bureau | Mumbai
ઉત્તર તરફથી આવતા ઠંડા પવનોની અસર ખતમ થયા બાદ કોંકણ વિસ્તારમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. મુંબઈના મહત્તમ તાપમાનમાં સરેરાશ કરતાં છ ડિગ્રીનો વધારો થયો છે અને હવે લઘુત્તમ તાપમાન 20-21 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન એક સપ્તાહ સુધી 36-37 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી મુંબઈ પ્રાદેશિક હવામાન વિભાગે કરી છે. પરિણામે શિયાળાની સિઝનનો છેલ્લો મહિનો પૂરો થાય તે પહેલાં મુંબઈકરોએ એક સપ્તાહ સુધી માર્ચની ગરમી સહન કરવી પડશે.
આ સમાચાર પણ વાંચો: Pulwama Terrorist Attack : ભારત આખાને હતમતાવી દેનાર આતંકવાદી હુમલાની કહાની….
ચાલુ સપ્તાહ માટે મહત્તમ તાપમાનની આગાહી (ડિગ્રી સેલ્સિયસમાં)
તારીખ લઘુત્તમ તાપમાન મહત્તમ તાપમાન
14 ફેબ્રુઆરી 20 36
15 ફેબ્રુઆરી 21 37
16 ફેબ્રુઆરી 21 37
17 ફેબ્રુઆરી 21 37
18 ફેબ્રુઆરી 21 37
19 ફેબ્રુઆરી 21 37
Join Our WhatsApp Community