News Continuous Bureau | Mumbai
દેશની પ્રથમ ઇલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસ, જે મુંબઈનું ગૌરવ છે અને જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે, તે મંગળવારથી મુંબઈકરોની સેવામાં દાખલ થઈ ગઈ છે. પ્રથમ દિવસે જ આ ડબલ ડેકર બસને ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. એક હજારથી વધુ મુસાફરોએ ડબલ ડેકરમાં મુસાફરી કરી હતી.
આ ડબલ ડેકર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને NCPA વચ્ચે દોડે છે. આ બસ સોમવારથી શુક્રવાર બસ રૂટ નં. A-115 પર ચાલશે. બસ દરરોજ સવારે 8.45 કલાકે દર 30 મિનિટે ઉપડશે, જ્યારે શનિવાર અને રવિવારે તે હેરિટેજ ટૂર તરીકે મુસાફરોની સેવામાં રહેશે. હેરિટેજ ટૂર દ્વારા મુંબઈવાસીઓ પર્થ વિસ્તારના પ્રવાસન સ્થળોની મજા માણી શકશે.
90 મુસાફરોની ક્ષમતા ધરાવતી ઈ-ડબલ-ડેકર બસો રસ્તા પર ખાનગી વાહનોની સંખ્યામાં ઘટાડો કરશે. બસમાં સીટ બેલ્ટ, સ્પીકર જેવી તમામ સુવિધાઓ આપવામાં આવી છે. BEST મુંબઈના રસ્તાઓ પર પ્રદૂષણ ઘટાડવા માટે ઇલેક્ટ્રિક એર-કન્ડિશન્ડ ડબલ-ડેકર બસો શરૂ કરવાનું આયોજન કરી રહ્યું છે. આગામી બે વર્ષમાં મુંબઈમાં કુલ 900 એસી ડબલ ડેકર બસો દોડશે. પ્રથમ તબક્કામાં 200 ડબલ ડેકર બસોને કાફલામાં સામેલ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : UPI-PayNow: ભારતનું UPI સિંગાપોરના PayNow સાથે જોડાયુ, જાણો સામાન્ય લોકોને શું થશે ફાયદો..
ઉલ્લેખનીય છે કે બેસ્ટ પાસે 3,680 થી વધુ બસોનો કાફલો છે, જેમાં 2,440 સામાન્ય એસી અને નોન-એસી સીએનજી બસો, 396 ઇલેક્ટ્રિક એસી અને 25 હાઇબ્રિડ એસી બસોનો સમાવેશ થાય છે. બેસ્ટ અનુસાર, મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, નવી એસી અને નોન એસી બસોને સેવામાં સામેલ કરવામાં આવશે.