Site icon News Continuous Bureau | Mumbai

રસ્તા પર ટ્રાફિક હશે કે પછી પાણી ભરાયા હશે કે ખાડા પડી ગયા હશે, મુંબઈગરાને તમામ જોખમોની માહિતી મળશે મોબાઈલમાં… જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

મુંબઈને હાદસો કા શહેર કહેવામાં આવે છે. ત્યારે હવે મુંબઈગરાને ઘરની બહાર નીકળતા પહેલા રસ્તા પર ટ્રાફિક જામ તો થયો નથી ને અને વરસાદમાં રસ્તા પર પાણી તો ભરાયા નથી જેવા તમામ જોખમોની વિગતો હવે મુંબઈગરાને મોબાઈલ પર મળવાની છે.

મુંબઈ મહાનગરપાલિકાએ ચાલુ કરેલા “ડિઝાસ્ટર મેનેજમેન્ટ એમસીજીએમ” ઍપને અત્યાધુનિક બનાવવાનો નિર્ણય લીધો છે. તેથી રસ્તા પર રહેલા કોઈ પણ પ્રકારના જોખમની માહિતી મુંબઈગરાને પહેલા જ મળી જશે. એટલું જ નહીં કયાં કેટલો વરસાદ પડ્યો, કયાં પાણી ભરાયા જેવી માહીતી, હવામાન ખાતાનો વર્તારો, પવનની દિશા, દરિયામાં ભરતીની વગેરેની તમામ માહિતી પણ ઉપલબ્ધ થશે.

આ સમાચાર પણ વાંચો :  તો ભર ઉનાળે મહારાષ્ટ્રમાં છવાઈ જશે અંધારપટ! વીજ વિતરણ માં કર્મચારીઓ હડતાળ પર, સરકાર સાથેની ચર્ચા નિષ્ફળ.. જાણો વિગતે

મુંબઈના નાગરિકોને નૈસર્ગિક તેમ જ માનવસર્જિત આફતો, દુર્ઘટના વગેરેથી વાકેફ કરવા માટે  “ડિઝાસ્ટર મેનેજમેન્ટ એમસીજીએમ” ઍપ ચાલુ કરી છે. મોબાઈલ પ્લે સ્ટોરમાંથી આ ઍપ ડાઉનલોડ કરી શકાય છે.

આ ઍપ પર હોસ્પિટલ, ફાયરબ્રિગેડ, પોલીસ સ્ટેશન તેમ જ પાલિકાના વોર્ડ કંટ્રોલરૂમના નંબર આ ઍપમાં જોવા મળશે. એ સિવાય તમે જોઈ સંકટમાં મુકાયા હો તો ઍપ પર કનેક્ટ કરીને કોન્ટેક્ટ નંબર પર ફેસબુક, ટ્વીટર, ઈન્સ્ટાગ્રમ જેવા સોશિયલ મીડિયા પર મેસેજ પણ જશે.

BMC Control Over All Parks Mumbai – મુંબઈના બગીચાઓની સુરક્ષા માટે BMC એક્શનમાં! કુર્લાની ઘટના બાદ પાલિકાનો કડક નિર્ણય, હવે તમામ પાર્કનું સીધું સંચાલન BMC કરશે
Dadar Beach Pigeon Feeding Complaint – દાદર બીચ પર કબૂતરોને ચણ નાખવાની પ્રવૃત્તિથી સ્થાનિકો નારાજ, BMC ને કડક પગલાં લેવા રજૂઆત
  BMC Action Kurla Incident Madrasa Notice – કુર્લાની ઘટનાની ગંભીર નોંધ લેતી BMC: મદરેસાના સંચાલકોને તપાસ માટે નોટિસ જારી કરી, નિયમોના ઉલ્લંઘન મુદ્દે થશે કડક તપાસ
  BMC Fixed Deposits Decline Political Row – BMC ની ફિક્સ્ડ ડિપોઝિટમાં ₹11,817 કરોડનો ઘટાડો? વિપક્ષના આક્ષેપથી મહાયુતિ સામે સવાલ 
Exit mobile version