News Continuous Bureau | Mumbai
મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. પૂર્વ તરફથી આવતા ગરમ પવનોને કારણે ગરમીનું તાપમાન વધ્યું છે. સોમવારે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં સરેરાશ કરતાં ત્રણથી ચાર ડિગ્રીનો સીધો જ ઉછાળો આવ્યો હતો. મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહ્યું હતું. જેના પગલે મુંબઈકરોએ બળબળતા બપોરનો અનુભવ કર્યો હતો. દરમિયાન આગામી બે દિવસમાં હીટ વેવ ત્રાટકશે, તાપમાનનો પારો વધીને 39થી 40 ડિગ્રી સુધી પહોંચવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગ (IMD)એ થોડા દિવસો પહેલા ગરમીની આગાહી કરી હતી. મુંબઈકરોએ સોમવારે આખો દિવસ આ હિટવેવની અસર અનુભવી હતી. સાંતાક્રુઝમાં લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સરેરાશ કરતાં ત્રણ ડિગ્રી વધારે હતું, જ્યારે મહત્તમ તાપમાન સરેરાશ કરતાં ચાર ડિગ્રી વધુ 37 ડિગ્રી નોંધાયું હતું. તે જ સમયે, હવામાં ભેજનું પ્રમાણ 80 ટકા આસપાસ હતું. જેના કારણે મુંબઈકરોને પરસેવો વળી ગયો હતો.
આ સમાચાર પણ વાંચો: 22 એપ્રિલે થશે વર્ષનો સૌથી મોટો ‘ગ્રહ સંક્રમણ’, આ 5 રાશિના લોકોને મળશે અપાર સંપત્તિ.
કોલાબા વેધશાળાએ આગાહી કરી છે કે આજે અને આવતીકાલે તાપમાનનો પારો 39 થી 40 ડિગ્રી સુધી પહોંચશે. અને થાણે, રાયગઢ, પાલઘર જિલ્લાઓ પણ ગરમીની લહેરથી પ્રભાવિત થવાની સંભાવના છે.