Site icon News Continuous Bureau | Mumbai

સાવધાન-મુંબઈગરા આવતી કાલે ઘરની બહાર નીકળતા પહેલા વિચાર કરજો-હવામાન ખાતાએ આપી છે આ ચેતવણી-જાણો વિગત

News Continuous Bureau | Mumbai 

મુંબઈગરા આવતી કાલે ઘરની બહાર નીકળતા પહેલા સો વખત વિચાર કરજો. હવામાન ખાતાએ(Weather department) આવતી કાલે મુંબઈ (Mumbai) માટે રેડ એલર્ટ(Red alert) આપ્યું હોઈ ભારેથી અતિભારે વરસાદની(Heavy rainfall) શક્યતા છે. તો આગામી ચારથી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં મુશળધાર વરસાદની શક્યતા છે.

Join Our WhatsApp Channel

મુંબઈ મા સતત ત્રીજા દિવસે વરસાદ ચાલુ છે. ગુરુવાર એટલે કે 7 જુલાઈ માટે મુંબઈ પ્રાદેશિક હવામાન વિભાગે(Regional Meteorological Department) મધ્ય મહારાષ્ટ્રના(Central Maharashtra) પાલઘર(palghar), રાયગઢ(Raigad), રત્નાગિરી(Ratnagiri), સિંધુદુર્ગ(Sindhudurg) અને પુણે(pune), સતારા(Satara) અને કોલ્હાપુરમાં(Kolhapur) ભારે વરસાદની રેડ એલર્ટ ચેતવણી જારી કરી છે. તો આવતી કાલે શુક્રવારના, 8 જુલાઈના રોજ, મુંબઈ અને થાણે તેમજ મધ્ય મહારાષ્ટ્રના પુણે, સતારા અને કોલ્હાપુર સહિત કોંકણ કિનારે(Konkan coast) આવેલા તમામ જિલ્લાઓને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : લો બોલો-ભંગાર વેચીને વેસ્ટર્ન રેલવેએ કરી અધધ આટલા કરોડ રૂપિયાની કમાણી-જાણો વિગત

ગુરુવારે બપોરે, મુંબઈ પ્રાદેશિક હવામાન વિભાગે સોમવાર સુધી જુદા જુદા દિવસો માટે સમગ્ર કોંકણ તટ અને મધ્ય મહારાષ્ટ્ર માટે રેડ અને ઓરેન્જ એલર્ટ(Orange alert) જારી કર્યું છે. પાલઘર, દક્ષિણ કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રના ત્રણ જિલ્લા, જેમને ગુરુવારે રેડ એલર્ટ મળ્યો હતો, ઓછામાં ઓછા 65.4 થી 204.4 મીમી વરસાદ થવાની સંભાવના છે. જિલ્લામાં દર કલાકે 30 મીમી જેટલો વરસાદ પડી શકે છે. તેની સરખામણીમાં ગુરુવારે મુંબઈ અને થાણેમાં ઓછો વરસાદ રહે એવી શક્યતા છે.

મુંબઈ મહાનગરપાલિકા(BMC) સહિત રાજ્ય સરકારે(State Government) અતિવૃષ્ટિની શક્યતાને પગલે એનડીઆરએફની(NDRF) વધારાની ટુકડી તૈનાત કરવાની સાથે જ તમામ પ્રકારની તૈયારીઓ કરી હોવાનું જણાવ્યું હતું.
 

Bangladeshi Detained in Ghatkopar ઘાટકોપરમાં ગેરકાયદે રહેતા સાત બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા; દેશનિકાલ (Deportation) ની કાર્યવાહી શરૂ
Mumbai Airport Customs Seizure મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી; ₹૪૨.૪૨ કરોડનો દાણચોરીનો મુદ્દામાલ જપ્ત, ૨૭ની ધરપકડ
Chembur Gate Collapse Tragedy ચેમ્બુરમાં લોખંડનો ગેટ માથે પડતાં 46 વર્ષીય સિક્યોરિટી ગાર્ડનું કરુણ મોત, પોલીસે તપાસ હાથ ધરી
Mumbai Underground Road Network 53 હજાર કરોડના ‘પાતાળ લોક’ પ્રોજેક્ટથી બદલાશે મુંબઈની તસવીર, જમીનની નીચે જોડાશે સી લિંક, એરપોર્ટ અને BKC
Exit mobile version