Site icon News Continuous Bureau | Mumbai

શું તમને પણ વોટ્સઅપ પર મેસેજ આવ્યો છે કે ધારાસભ્ય યોગેશ સાગરે નમાજ માટે બંધ કરાયેલા રસ્તા પર વિરોધ કર્યો? આ વિડિયો સાચો છે પણ મેસેજ ફેક છે. જાણો વિડિયો પાછળની હકીકત.. ધારાસભ્યએ કરી સ્પષ્ટતા..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 21 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Channel

સોમવાર.

સોશિયલ મીડિયા પર કાંદીવલીના વિધાનસભ્ય યોગેશ સાગરે નમાઝ માટે બંધ કરવામાં આવેલો રસ્તો ફરી ખોલાવ્યો હોવાનો એક વિડિયો ફરી વળ્યો હતો. રસ્તો ખોલાવી રહ્યા હોવાનો વિડિયો સાચ્ચો હતો, જોકે જે મેસેજ ફરી રહ્યો હતો તે ગેરમાર્ગે દોરનારો હતો. વિડિયોને કારણે થયેલી બબાલને પગલે યોગેશ સાગરને જાહેરમાં સ્પષ્ટતા કરવી પડી હતી કે આ મેસેજ ફેક છે. એટલું જ નહીં પણ સોશિયલ મીડિયા પર પણ તેમને સ્પષ્ટતા કરવી પડી હતી. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્લામેન્ટમાં કોંગ્રેસ વિરુદ્ધમાં આવેલા નિવેદન બાદ મહારાષ્ટ્રમાં કોંગ્રેસે ભાજપના નેતાઓના ઘરની બહાર મોર્ચો કાઢવાની જાહેરાત કરી હતી. તે મુજબ ગયા અઠવાડિયા  ઉત્તર મુંબઈના સાંસદ ગોપાલ શેટ્ટીના કાંદીવલીના ઘરની બહાર કોંગ્રેસ ઘેરાવ કરવાની હતી. તે અગાઉ પોલીસે સુરક્ષાને પગલે ગોપાલ શેટ્ટીના ઘરની પાસેના રસ્તા પર બંને છેવાડે બેરીકેડસ લગાવીને રસ્તો બંધ કરાવી દીધો હતો. 

આ રસ્તો બંધ કરવાથી લોકોને આવવા-જવામાં હાલાકી થઈ રહી હોવાની ફરિયાદ સાથે ધારાસભ્ય યોગેશ સાગર રસ્તા પર પહોંચી ગયા હતા અને ભારે ગુસ્સા સાથે તેઓએ પોલીસને બેરીકેડસ હટાવીને રસ્તો ફરી ખોલવા કહ્યું હતું. પોલીસ સાથે ભારે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન કોઈએ સમગ્ર બનાવનો વિડિયો બનાવી નાખ્યો હતો અને કોઈ અસામાજિક તત્વેએ આ વિડિયો ખોટા મેસેજ સાથે સોશિયલ મીડિયા પર ફરાવી નાખ્યો હતો.

 

યોગેશ સાગર નમાઝ માટે બંધ કરાવેલા રસ્તો ફરી ખોલાવી રહ્યા હોવાનો ખોટો મેસેજ આ વિડિયો સાથે વોટ્સએપ પર ફેરવી નાખ્યો હતો. રસ્તો ખોલવાની માગણી સાથેનો વિડિયો સાચ્ચો હતો પરંતુ મેસેજ ખોટો હતો. સોશિયલ મીડિયા પર ફરી વળેલા એક વોટ્સએપ મેસેજએ જોકે બબાલ મચાવી દીધો હતો. છેવટે યોગેશ સાગરને સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરવી પડી કે મેં આવું કંઈ કર્યું જ નથી. વિડિયો લોકોને ગેરમાર્ગે દોરનારો અને ખોટો છે.

Bangladeshi Detained in Ghatkopar ઘાટકોપરમાં ગેરકાયદે રહેતા સાત બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા; દેશનિકાલ (Deportation) ની કાર્યવાહી શરૂ
Mumbai Airport Customs Seizure મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી; ₹૪૨.૪૨ કરોડનો દાણચોરીનો મુદ્દામાલ જપ્ત, ૨૭ની ધરપકડ
Chembur Gate Collapse Tragedy ચેમ્બુરમાં લોખંડનો ગેટ માથે પડતાં 46 વર્ષીય સિક્યોરિટી ગાર્ડનું કરુણ મોત, પોલીસે તપાસ હાથ ધરી
Mumbai Underground Road Network 53 હજાર કરોડના ‘પાતાળ લોક’ પ્રોજેક્ટથી બદલાશે મુંબઈની તસવીર, જમીનની નીચે જોડાશે સી લિંક, એરપોર્ટ અને BKC
Exit mobile version