Site icon News Continuous Bureau | Mumbai

 મુંબઈના આ વિસ્તારમાં ATMમાં લાગી આગ, લાખો રૂપિયાની નોટો બળીને ખાખ થઈ જવાની આશંકા; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 10 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Channel

ગુરુવાર.

મુંબઈમાં આગના બનાવો અવાર નવાર બનતા હોય છે. ત્યારે આજે ફરી એકવાર આગ મુંબઈ શહેરમાં આગ લાગવાનો કિસ્સો સામે આવ્યો છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ શહેરના જોગેશ્વરી ખાતે વેસ્ટર્ન એક્સપ્રેસ વે નજીક સવારે 11 વાગ્યાની આસપાસ SBI બેંકના ATM મશીનમાં  આગ ફાટી નીકળી હતી. જોગેશ્વરી પૂર્વમાં SRPF કેમ્પના મુખ્ય પ્રવેશદ્વાર પાસે આવેલુ  ATM મશીન  આ ઘટનામાં બળીને ખાખ થઈ ગયું છે. જોકે સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.

કર્ણાટક હિજાબનો મામલો SC પહોંચ્યો, CJIની આગેવાની હેઠળની બેંચ સમક્ષ વહેલી સુનાવણીની માગ; કોર્ટે આપ્યો આ જવાબ 

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની બે ગાડીઓ આવી પહોંચી હતી. ફાયર ફાઈટરોએ અડધા કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચે તે પહેલા જ એટીએમ મશીન સંપૂર્ણપણે બળી ગયું હતું. જો કે આગમાં કેટલી રૂપિયાની નોટો બળી ગઈ તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. પરંતુ લાખો રૂપિયાની નોટો બળી જવાની આશંકા છે. હાલ ATMમાં આગ કેવી રીતે લાગી તે અંગે તપાસ ચાલી રહી છે.

Bangladeshi Detained in Ghatkopar ઘાટકોપરમાં ગેરકાયદે રહેતા સાત બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા; દેશનિકાલ (Deportation) ની કાર્યવાહી શરૂ
Mumbai Airport Customs Seizure મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી; ₹૪૨.૪૨ કરોડનો દાણચોરીનો મુદ્દામાલ જપ્ત, ૨૭ની ધરપકડ
Chembur Gate Collapse Tragedy ચેમ્બુરમાં લોખંડનો ગેટ માથે પડતાં 46 વર્ષીય સિક્યોરિટી ગાર્ડનું કરુણ મોત, પોલીસે તપાસ હાથ ધરી
Mumbai Underground Road Network 53 હજાર કરોડના ‘પાતાળ લોક’ પ્રોજેક્ટથી બદલાશે મુંબઈની તસવીર, જમીનની નીચે જોડાશે સી લિંક, એરપોર્ટ અને BKC
Exit mobile version