Site icon News Continuous Bureau | Mumbai

હેં! મુંબઈ મહાનગરપાલિકાના આંશકા, શહેરમાં કોરોના કેસમાં ફરી જોવા મળશે વધારો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 23 ડિસેમ્બર 2021 

Join Our WhatsApp Channel

ગુરુવાર.

એક તરફ મુંબઈમાં ઓમીક્રોનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ મુંબઈમાં છેલ્લા ચાર પાંચ દિવસથી કોરોનાના કેસ પણ સતત વધી રહ્યા છે. ત્યારે મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાના કહેવા મુજબ આગામી સમયમાં કોરોનાના કેસની સાથે જ ઓમીક્રોનના કેસમાં વધારો થવાની ભારોભાર શક્યતા છે. તેથી જ હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવાની સાથે જ પાલિકા યંત્રણા એલર્ટ થઈ ગઈ છે.

પાલિકાના આરોગ્ય ખાતાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ અમેરિકા, યુરોપીયન દેશ સહિત અન્ય દેશોમાં ઓમીક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે. તે મુજબ આગામી સમયમાં મુંબઈમાં પણ ઓમીક્રોનના કેસ વધવાનું જોખમ છે. આગામી બે મહિનામાં ઓમીક્રોનના કેસ હજુ વધશે. ઓમીક્રોનના અત્યાર સુધીના મોટાભાગના કેસમાં લક્ષણો વગરના દર્દી નોંધાયા છે. તેથી લક્ષણો વગરના અસિમ્પ્ટેટિક દર્દીઓ માટે 40,000 બેડ્સની તૈયારી રાખી છે. તો  ઝૂંપડપટ્ટી વાસીઓ માટે અલગથી 30,000 બેડસની વ્યવસ્થા કરવામાં આવી છે.

સાવધાન!! મુંબઈ શહેરમાં ફરી એક વખત ઝુંપડપટ્ટી નહીં પણ ઇમારતો માં ઝડપ થી વધી રહ્યો છે કોરોના. જાણો તાજા આંકડા અહીં.

છેલ્લા ચાર પાંચ દિવસથી કોરોના કેસમાં હળવો વધારો જણાઈ રહ્યો છે. 22 ડિસેમ્બર બુધવારના કોરોનાના 490, 21 ડિસેમ્બર, મંગળવારના 327, 20 ડિસેમ્બર, સોમવારના 204 અને 19 ડિસેમ્બર ના  રવિવારે 336 કેસ નોંધાયા હતા. આગામી સમયમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની પાર્ટીથી લઈને નવા વર્ષની ઉજવણીને કારણે કોરોના કેસ વધી શકે છે, તેમા પાછું ઓમીક્રોનનું સંકટ માથા પર છે. તેથી પાલિકા યંત્રણા સર્તક થઈ ગઈ છે

Bangladeshi Detained in Ghatkopar ઘાટકોપરમાં ગેરકાયદે રહેતા સાત બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા; દેશનિકાલ (Deportation) ની કાર્યવાહી શરૂ
Mumbai Airport Customs Seizure મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી; ₹૪૨.૪૨ કરોડનો દાણચોરીનો મુદ્દામાલ જપ્ત, ૨૭ની ધરપકડ
Chembur Gate Collapse Tragedy ચેમ્બુરમાં લોખંડનો ગેટ માથે પડતાં 46 વર્ષીય સિક્યોરિટી ગાર્ડનું કરુણ મોત, પોલીસે તપાસ હાથ ધરી
Mumbai Underground Road Network 53 હજાર કરોડના ‘પાતાળ લોક’ પ્રોજેક્ટથી બદલાશે મુંબઈની તસવીર, જમીનની નીચે જોડાશે સી લિંક, એરપોર્ટ અને BKC
Exit mobile version