News Continuous Bureau | Mumbai
ટ્રાન્સ હાર્બર રેલ્વે પર નેરુલથી ખારકોપર વાયા બેલાપુર જતો ટ્રાફિક વ્યવહાર ઠપ થઈ ગયો છે. ખારકોપર સ્ટેશન પાસે એક અકસ્માત થયો છે જ્યાં લોકલના ત્રણ ડબ્બા પટરી પરથી ઉતરી ગયા છે. સદનસીબે ટ્રેનની સ્પીડ ઓછી હોવાથી આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી.
A local train derailed in #NaviMumbai.
No one injured.@Central_Railway @mumbairailusers pic.twitter.com/qXvE2nJQmq
— Vivek Gupta (@imvivekgupta) February 28, 2023
ટ્રાન્સ હાર્બર રેલ્વે પર નેરુલ અને ખારકોપર (ઉરણ) વચ્ચે ટ્રેન સેવા ચલાવવામાં આવે છે. સવારે 8:30 વાગ્યે, લોકલ નેરુલથી ખારકોપર તરફ જઈ રહી હતી, આ સમયે ખારકોપર સ્ટેશન નજીક આ લોકલના પહેલા ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જેના કારણે ખારકોપરથી નેરુલ સુધીની લોકલ સેવા બંધ કરી દેવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : દૂર થશે દરેક સંકટ, શનિવારે રાત્રે કરો આ ખાસ ઉપાય, શનિદેવ થશે પ્રસન્ન
રેલવે કર્મચારીઓ દુર્ઘટના સ્થળે પહોંચી ગયા છે અને લોકલ કોચને પુનઃસ્થાપિત કરવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરી દીધા છે. દરમિયાન, રેલવે વતી કોચને પાટા પર લાવવાનું કામ ચાલી રહ્યું છે.