News Continuous Bureau | Mumbai
એનસીપી નેતા નવાબ મલિકની ( NCP Leader Nawab Malik ) જામીન અરજી પર આજે (શુક્રવારે) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જોકે નવાબ મલિકને હજુ રાહત મળી નથી, પૂર્વ મંત્રી નવાબ મલિકનો જેલવાસ લંબાવવામાં આવ્યો છે. નવાબ મલિકની જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ લંબાવવામાં આવી છે. કુર્લામાં જમીન ગેરરીતિના કેસમાં ED દ્વારા તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા નવાબ મલિક હાલમાં કોર્ટની પરવાનગીથી કુર્લાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે
ઉલ્લેખનીય છે કે કુખ્યાત ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને મની લોન્ડરિંગ કેસના સંબંધમાં 23 ફેબ્રુઆરીએ ED દ્વારા નવાબ મલિકની ધરપકડ કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : BMC ત્રણ નદીઓને કરશે પુનર્જીવિત, ગટરનું પાણી દરિયામાં જતું રોકવા માટે બનાવી છે આ યોજના…