News Continuous Bureau | Mumbai
મુંબઈમાં સામાન્ય માણસ માટે સૌથી મોંઘી વસ્તુ ઘર છે. કેટલાક કિસ્સાઓમાં, આ મુશ્કેલી હજુ પણ વધી રહી છે. રાજ્ય સરકારની નોટિસને કારણે 20,000 પરિવારો બેઘર થવાનું જોખમ છે. આ મામલો મ્હાડાના મકાનોમાં ભાડે રહેતા લોકો સાથે સંબંધિત છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મ્હાડા દ્વારા મકાનોનું ભાડું બમણું કરવાની સાથે મ્હાડાએ અનેક લોકોને નોટિસ મોકલી છે. ખાસ કરીને ગિરગામ, વર્લી અને લોઅર પરેલમાં જે લોકોએ ભાડું ચૂકવ્યું નથી તેમને નોટિસ ગઈ છે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જો મકાનનું બાકી ભાડું ચૂકવવામાં ન આવે તો મકાન ખાલી કરાવવામાં આવશે. નોટિસ અનુસાર, દરેક રહેવાસીને 70,000 થી 80,000 રૂપિયાનો દંડ અને ટેક્સ સહિત ઘરનું બાકીનું ભાડું ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ગિરગાંવમાં લગભગ 20,000 પરિવારોને આવી નોટિસ મોકલવામાં આવી છે. મ્હાડાની આ ઈમારતોમાં રહેતા ભાડૂતોને 2018 પહેલા ભાડા તરીકે દર મહિને 250 રૂપિયા ચૂકવવા પડતા હતા. 2018 થી મ્હાડાએ આ ભાડું 100% વધાર્યું.
આ સમાચાર પણ વાંચો: Saamna Edotorial: મહેનત કરી શિવસેનાએ અને ભાજપ પ્રચાર કરશે; મોદીની મુંબઈ મુલાકાત ટાણે શિવસેનાની ટીકા
સામાન્ય સ્થાનિક રહીશો પરેશાન છે
કેટલાક લોકોએ ભાડા વધારાને વાજબી ઠેરવવાનું શરૂ કર્યું છે, જ્યારે જેઓ ઘરની માલિકી મેળવવા માગે છે તેમણે લગભગ 60 ટકા ભાડું જમા કરાવ્યું છે. હવે લોકોમાં ચિંતા પેઠી છે કે સમયસર પૈસા નહીં ભરવામાં આવે તો મ્હાડા કાયદેસરની કાર્યવાહી શરૂ કરશે.
Join Our WhatsApp Community