Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરમાં આશરે 20 હજાર લોકોને MHADA નોટિસ, ‘બાકી ચૂકવો, નહીં તો ઘર ખાલી કરો’

મ્હાડા એ મુંબઈ શહેરમાં ભાડું વસૂલવાની શરૂઆત કરી છે.  જે લોકોએ લાંબા સમયથી પૈસા નથી આપ્યા તેમને 70 થી 80 હજાર રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું છે

Nearly 1 lack people in Mumbai receive MHADA Notice for rent.

મુંબઈ શહેરમાં આશરે 20 હજાર લોકોને MHADA નોટિસ, 'બાકી ચૂકવો, નહીં તો ઘર ખાલી કરો'

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં સામાન્ય માણસ માટે સૌથી મોંઘી વસ્તુ ઘર છે. કેટલાક કિસ્સાઓમાં, આ મુશ્કેલી હજુ પણ વધી રહી છે. રાજ્ય સરકારની નોટિસને કારણે 20,000 પરિવારો બેઘર થવાનું જોખમ છે. આ મામલો મ્હાડાના મકાનોમાં ભાડે રહેતા લોકો સાથે સંબંધિત છે. 

Join Our WhatsApp Channel

પ્રાપ્ત માહિતી અનુસાર, મ્હાડા દ્વારા મકાનોનું ભાડું બમણું કરવાની સાથે મ્હાડાએ અનેક લોકોને નોટિસ મોકલી છે. ખાસ કરીને ગિરગામ, વર્લી અને લોઅર પરેલમાં જે લોકોએ ભાડું ચૂકવ્યું નથી તેમને નોટિસ ગઈ છે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જો મકાનનું બાકી ભાડું ચૂકવવામાં ન આવે તો મકાન ખાલી  કરાવવામાં આવશે. નોટિસ અનુસાર, દરેક રહેવાસીને 70,000 થી 80,000 રૂપિયાનો દંડ અને ટેક્સ સહિત ઘરનું બાકીનું ભાડું ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ગિરગાંવમાં લગભગ 20,000 પરિવારોને આવી નોટિસ મોકલવામાં આવી છે. મ્હાડાની આ ઈમારતોમાં રહેતા ભાડૂતોને 2018 પહેલા ભાડા તરીકે દર મહિને 250 રૂપિયા ચૂકવવા પડતા હતા. 2018 થી મ્હાડાએ આ ભાડું 100% વધાર્યું.

આ સમાચાર પણ વાંચો: Saamna Edotorial: મહેનત કરી શિવસેનાએ અને ભાજપ પ્રચાર કરશે; મોદીની મુંબઈ મુલાકાત ટાણે શિવસેનાની ટીકા

સામાન્ય સ્થાનિક રહીશો પરેશાન છે

કેટલાક લોકોએ ભાડા વધારાને વાજબી ઠેરવવાનું શરૂ કર્યું છે, જ્યારે જેઓ ઘરની માલિકી મેળવવા માગે છે તેમણે લગભગ 60 ટકા ભાડું જમા કરાવ્યું છે. હવે લોકોમાં ચિંતા પેઠી છે કે સમયસર પૈસા નહીં ભરવામાં આવે તો મ્હાડા કાયદેસરની કાર્યવાહી શરૂ કરશે. 

Maharashtra FDA raids ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં! ઝેપ્ટોના સ્ટોરમાં વંદા અને બિગબાસ્કેટના ગોડાઉનમાં ઉંદર ફરતા મળ્યા, FDAનો મોટો સપાટો
Mahim Jewellers Firing માહિમમાં જ્વેલર્સ પર ફાયરિંગ મામલે રૂ. ૧૦ કરોડની ખંડણીનો ઘટસ્ફોટ; ‘ઝેડપ્લસ સુરક્ષા હોય તો પણ બચશે નહીં’ તેવી આપી હતી ધમકી
Cuffe Parade Police Kidnapping Suspect કફ પરેડ પોલીસની સતર્કતા વર્લ્ડ ટ્રેડ સેન્ટર બહારથી અપહરણ કેસ સંબંધિત શખ્સ ઝડપાયો
Vikhroli Tagore Nagar Fire મુંબઈના વિક્રોલીમાં ભીષણ આગ, ટાગોર નગરની દુકાન બળીને ખાખ, ફાયર બ્રિગેડની ૩ ગાડીઓ ઘટનાસ્થળે..
Exit mobile version