Site icon News Continuous Bureau | Mumbai

હાશ- ઉપનગરી રેલવે સ્ટેશનનથી બાંદ્રા ટર્મિનસ જવું સરળ થશે- બાંદ્રા ટર્મિનસ અને ખાર સ્ટેશનને જોડતો નવો સ્કાયવોક તૈયાર- જુઓ વિડિયો અને ફોટોસ 

News Continuous Bureau | Mumbai 

પશ્ર્ચિમી ઉપનગરીય રેલવે સ્ટેશન(Western Suburban Railway Station)થી બાંદ્રા ટર્મિનસ(Bandra terminus) જવું હવે સરળ થશે. વેસ્ટર્ન રેલવે(Western Railway) દ્વારા ખાર રોડ સ્ટેશન પર બાંદ્રા ટર્મિનસને ઉપનગરીય નેટવર્ક સાથે જોડતો નવો સ્કાયવોક(skywalk) ખુલ્લો મુકવામાં આવ્યો છે. તેથી હવે બહારગામથી આવતી અને બાંદ્રા ટર્મિનસથી ઉપડતી બહારની ટ્રેનોના મુસાફરોને ખાર(Khar)ને જોડતો આ સ્કાયવોકથી રાહત થશે. આ સ્કાયવોક 14 કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ પહેલી  જુલાઈ, 2022ના રોજ બાંદ્રા ટર્મિનસ અને ખાર રોડ વચ્ચે 4.4 મીટર પહોળા અને 314 મીટર લાંબા નવા સ્કાયવૉકને ચાલુ કરવામાં આવ્યો છે. સ્કાયવોક, બાંદ્રા ટર્મિનસ હવે મુંબઈ ઉપનગરીય રેલવે નેટવર્કના ખાર રોડ સ્ટેશન સાથે સીધું જોડાયેલું છે. આ નવો સ્કાયવોક બહારના મુસાફરો માટે ખૂબ જ સુવિધાજનક રહેશે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર વિધાનસભાનું 3જી જુલાઈથી 2 દિવસ વિશેષ અધિવેશન- શિંદે-ભાજપ સરકારનો આ તારીખે વિશ્વાસ મત મેળવશે 

 

 હવે, મુસાફરો ખાર રોડ સ્ટેશન પર ઉતરીને અને ખાર દક્ષિણ ફૂટ ઓવરબ્રીજ લઈને બાંદ્રા ટર્મિનસના કોઈપણ પ્લેટફોર્મ પર પહોંચી શકે છે, જે સ્કાયવોક સાથે જોડાયેલ છે. સ્કાયવોક બાંદ્રા ટર્મિનસ(Bandra terminus) સ્ટેશનના તમામ FOBને જોડે છે. સ્કાયવોકનો કુલ ખર્ચ અંદાજે 14 કરોડ રૂપિયા છે.

સ્કાયવોક 510 MT સ્ટ્રક્ચરલ સ્ટીલ, 20 MT રિઇનફોર્સમેન્ટ સ્ટીલ અને 240 કમ કોંક્રિટનો ઉપયોગ કરીને બાંધવામાં આવ્યું છે. આ સાથે, નાણાકીય વર્ષ 2022 – 23 માં પશ્ચિમ રેલ્વેના મુંબઈ ઉપનગરીય વિભાગમાં કુલ સાત FOB અને સ્કાયવોક કાર્યરત કરવામાં આવ્યા છે.

 

BMC Control Over All Parks Mumbai – મુંબઈના બગીચાઓની સુરક્ષા માટે BMC એક્શનમાં! કુર્લાની ઘટના બાદ પાલિકાનો કડક નિર્ણય, હવે તમામ પાર્કનું સીધું સંચાલન BMC કરશે
Dadar Beach Pigeon Feeding Complaint – દાદર બીચ પર કબૂતરોને ચણ નાખવાની પ્રવૃત્તિથી સ્થાનિકો નારાજ, BMC ને કડક પગલાં લેવા રજૂઆત
  BMC Action Kurla Incident Madrasa Notice – કુર્લાની ઘટનાની ગંભીર નોંધ લેતી BMC: મદરેસાના સંચાલકોને તપાસ માટે નોટિસ જારી કરી, નિયમોના ઉલ્લંઘન મુદ્દે થશે કડક તપાસ
  BMC Fixed Deposits Decline Political Row – BMC ની ફિક્સ્ડ ડિપોઝિટમાં ₹11,817 કરોડનો ઘટાડો? વિપક્ષના આક્ષેપથી મહાયુતિ સામે સવાલ 
Exit mobile version