Site icon News Continuous Bureau | Mumbai

સાવધાન! મુંબઈગરા માટે આગામી 15 દિવસ જોખમી, મુંબઈ મનપા હાઈ એલર્ટ પર; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

સોમવાર.

મુંબઈમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે ૯૨૨ કોરોનાના નવા કેસ અને ઓમાઈક્રોનના ૨૭ નવા કેસ નોંધાયા હતા. તેથી મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસને આગામી ૧૫થી દિવસ મુંબઈ માટે જોખમી હોવાની ચેતવણી આપી છે. રાજયના ચીફ સેક્રટરીએ પણ સમગ્ર મહારાષ્ટ્ર માટે આગામી  દિવસોમાં જોખમી હોવાનું તાજેતરમાં જ કહ્યું હતું. 

મુંબઈમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આગામી દિવસોમાં આ કેસ હજી ઉપર જશે એવો ભય પાલિકાને છે. મુંબઈમાં 14 ડિસેમ્બર ના 225, 15 ડિસેમ્બર ના 238, 16 ડિસેમ્બર ના 279, 17 ડિસેમ્બર ના 295, 18 ડિસેમ્બર ના 283, 19 ડિસેમ્બર ના 336, 20 ડિસેમ્બર ના 204, 21 ડિસેમ્બર ના 327, 22 ડિસેમ્બર ના 490, 23 ડિસેમ્બર ના 602, 24 ડિસેમ્બર ના 683, 25 ડિસેમ્બરના 757 અને 26 ડિસેમ્બરના 922 કોરોના નવા કેસ નોંધાયા છે. છેલ્લા દસ દિવસમાં લગભગ કેસ બમણા થઈ ગયા છે. ઓમીક્રોનના કેસ પણ સતત વધી રહ્યા છે.

વડાપ્રધાનની બાળકોને વેક્સિન આપવાની જાહેરાત બાદ, ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ હવે નિશ્ચિત થયાં. પરીક્ષા સુખરૂપ પતે તેવી શક્યતા.

કોરોના કેસમા અચાનક થઈ રહેલા વધારા બાબતે પાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીના કહેવા મુજબ ક્રિસમિસ અને નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ છે. છતાં લોકો મોટા પ્રમાણમાં તેના સેલિબ્રેશન કરી રહ્યા છે.  લગ્નની મોસમ હોઈ મેરેજ ફંકશનમાં મોટા પ્રમાણમાં લોકો ભેગા થઈ રહ્યા છે. તેમ જ ડિસેમ્બરમાં વિદેશથી ભારતમાં આવનારા લોકોનું પ્રમાણ પણ વધારે હોય છે. તેથી જાન્યુઆરીના પહેલા 15 દિવસ કેસમાં વધારો થવાનો અમારો અંદાજો છે.  આગામી ૧૫  દિવસ મુંબઈ માટે જોખમી રહેશે. તેથી લોકોએ  બહુ સંભાળવાનું રહેશે. માસ્ક પહેરવાનું તથા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરવાનું રહેશે. 

અહીં ઉલ્લેખનીય છે મહારાષ્ટ્રમાં પણ ઓમીક્રોનના અને કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્યના ચીફ સેક્રેટરી દેબાશીષ ચક્રવતીએ શનિવારે જ કહ્યું હતું કે રાજ્ય માટે આગામી બે અઠવાડિયાનો સમય બહુ જોખમી રહેશે. કોરોના મહામારી ફરી ફાટી ન નીકળે તેનું ધ્યાન રાખવાનું છે. રાજયનું આરોગ્ય ખાતું તેના પર  નજર રાખીને બેઠું છે.

Vasai 11th Floor Lobby Window Fall – વસઈમાં ૧૧મા માળની લોબીની બારીમાંથી પટકાતાં ૬ વર્ષના બાળકનું કરુણ મોત
Nirmalnagar Police Theft Solved – નિર્મલનગર પોલીસની સફળ કામગીરી: ખુલ્લા દરવાજામાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલી સંપૂર્ણ મુદ્દામાલ જપ્ત
Mumbai Lokhandwala Fire AQI – લોખંડવાલા બેક રોડ નજીક આગની ઘટનાઓથી હવાની ગુણવત્તા ખરાબ, સ્થાનિકોએ BMC પાસે કડક કાર્યવાહીની કરી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version