Site icon News Continuous Bureau | Mumbai

ઉત્તર મુંબઈના ગુજરાતી વિસ્તારો કોરોનાના હૉટ સ્પૉટ; અંધેરી, કાંદિવલી અને બોરીવલીમાં સૌથી વધુ ઍક્ટિવ કેસ; જાણો વધુ વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 19 જૂન 2021

Join Our WhatsApp Channel

શનિવાર

મુંબઈમાં કોરોના નિયંત્રણમાં આવી રહ્યો છે. જોકે ઉત્તર મુંબઈના ગુજરાતી વિસ્તાર હજી પણ કોરોનાની ચપેટમાંથી મુક્ત થયા નથી. એક સમયે મુંબઈનું કોરોનાનું હૉટ સ્પૉટ કહેવાતું ધારાવી તથા વરલીમાં કોરોના નિયંત્રણમાં આવી ગયો છે. જોકે ઉત્તર મુંબઈમાં કેસ વધી જ રહ્યા છે. એમાં પણ હાલ કાંદિવલી, બોરીવલી તથા મલાડમાં ઍક્ટિવ કેસ વધુ હોવાથી આ વિસ્તારો કોરોનાના હૉટ સ્પૉટ બની રહ્યા હોવાનું જણાઈ આવે છે.

મુંબઈમાં કોરોના પૉઝિટિવિટી રેટની સાથે જ ઑક્સિજન ઑક્યુપેન્સી રેટ ઘટી ગયો છે. મુંબઈમાં કોરોનાના નવા કેસમાં પણ ધરખમ ઘટાડો થયો છે. હાલ સમગ્ર મુંબઈમાં ઍક્ટિવ કેસની સંખ્યા 14, 807 છે. જોકે એમાં સૌથી  વધુ ઍક્ટિવ કેસ ઉત્તર મુંબઈમાં નોંધાઈ રહ્યા છે. બોરીવલીના R-C વૉર્ડમાં ઍક્ટિવ કેસ સૌથી અગ્રક્રમે છે. હાલ અહીં ઍક્ટિવ કેસની સંખ્યા 1,305 છે, ત્યાર બાદ સૌથી વધુ કેસ P-નૉર્થ વૉર્ડના મલાડમાં 1,062 એક્ટિવ કેસ છે, તો R-દક્ષિણ વૉર્ડના કાંદિવલીમાં 987 ઍક્ટિવ કેસ છે. P-દક્ષિણ વૉર્ડના ગોરેગામમાં  828 ઍક્ટિવ કેસ છે.

શું મુંબઈ મહાનગરપાલિકા રાજ્ય સરકાર કરતાં ઉપર છે? ગાઇડલાઇન પ્રમાણે નિર્ણય લેવામાં આવતા નથી

સમગ્ર મુંબઈમાં કોરોના નિયંત્રણમાં આવી રહ્યો છે, ત્યારે સમગ્ર મુંબઈની સરખામણીમાં સૌથી વધુ ઍક્ટિવ કેસ ઉત્તર મુંબઈમાં હોવાથી મુંબઈ પાલિકાની ચિંતામાં પણ વધારો થયો છે. અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈમા હાલ કોરોનાના સૌથી વધુ ઍક્ટિવ કેસ K-વેસ્ટ વૉર્ડના અંધેરી (પશ્ચિમ)માં છે. અહીં કોરોનાના 1,343 ઍક્ટિવ કેસ છે.

 Mumbai Air Pollution AQI Rises – મુંબઈની હવા ફરી બની ઝેરી! વાયુ પ્રદૂષણ વધતા સરેરાશ AQI 152 પર પહોંચ્યો; નેવી નગર-કુલાબામાં સૌથી વધુ 266 નોંધાયો
 Koyna Water Project 67 TMC Water – મુંબઈની તરસ છીપાવશે કોયનાનું પાણી: 67 TMC વધારાનું જળ લાવવા ₹40,000 કરોડની યોજના
 BMC CCTV in Sensitive Gardens – ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળાં? કુર્લા ગાર્ડનની ઘટના બાદ જાગી BMC, હવે મુંબઈના સંવેદનશીલ બગીચાઓમાં લગાવાશે CCTV કેમેરા
Bangladeshi Detained in Ghatkopar ઘાટકોપરમાં ગેરકાયદે રહેતા સાત બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા; દેશનિકાલ (Deportation) ની કાર્યવાહી શરૂ
Exit mobile version