News Continuous Bureau | Mumbai
મુંબઈ શહેરના ઘાટકોપર રેલવે સ્ટેશન પાસે પારેખ હોસ્પિટલની બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી છે. ભીષણ આગને કારણે કેટલાય કિલોમીટર દુર ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. ચારે બાજુ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. દરમિયાન આ આગમાં એક વ્યક્તિનું મોત થયું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આગમાં મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ કોરશી દેડિયા તરીકે થઈ છે. અન્ય એકની હાલત ગંભીર છે. આ આગમાં 4 વધુ ઘાયલ થયા છે અને તેમાંથી 2ની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.
ઘટનાની જાણ થતાં જ ફાયરની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ ઘટનામાં ઘણું નુકસાન થવાની આશંકા છે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી
આ સમાચાર પણ વાંચો: પ્રવીણ દરેકર અને કિરીટ સોમૈયા બાદ હવે આ ભાજપ નેતાને મળી ક્લીનચીટ,મુંબઈ પોલીસે કોર્ટમાં રિપોર્ટ સબમિટ કરી કેસ કર્યો બંધ..