News Continuous Bureau | Mumbai
મુંબઈમાં આગ લગાવાની ઘટના સતત સામે આવી રહી છે. આજે ફરી શહેરનામાં HDIL રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ નજીક કુર્લા પશ્ચિમમાં રહેણાંક ઇમારતમાં આગ ફાટી નીકળી છે.
મળતી માહિતી મુજબ આગ બિલ્ડીંગના ચોથા માળથી 10મા માળ સુધી ફેલાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દુર્ઘટનામાં એક 70 વર્ષીય મહિલાનું મોત થયું છે. માનવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધી શકે છે. અનેક લોકો ફસાયા છે જેમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈ શહેરમાં છેલ્લા કેટલાક દિવસેથી અગ્નિ ઘટના સામે આવી રહી છે. સોમવારે મલાડના કુરાર વિલેજમાં આગ ફાટી નીકળી હતી. જેમાં એક યુવકનું મોત નીપજ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Rice For Diabetes: આ ખાસ પ્રકારના ચોખા શરીરમાંથી બ્લડ સુગરને બહાર ફેંકે છે, આ રીતે તેને ડાયટમાં સામેલ કરો
Join Our WhatsApp Community