Site icon News Continuous Bureau | Mumbai

Palghar police:પાલઘર પોલીસે ₹33 લાખનો ગુટકા જપ્ત કર્યો, બેની ધરપકડ તાલસરીમાં ગણેશ ઉત્સવ દરમ્યાન ગેરકાયદેસર ગુટકાની હેરાફેરી પર પાલઘર પોલીસનો સપાટો

Palghar police: ગેરકાયદેસર ગુટકાની હેરાફેરી પર કડક કાર્યવાહી કરતા, પાલઘર પોલીસે તલાસરી ખાતેથી લગભગ ₹33 લાખનો ગુટકા જપ્ત કર્યો છે.

Mumbai Malvani Murder: Man Kills Sister's Lover, Surrenders

Mumbai Malvani Murder: Man Kills Sister's Lover, Surrenders

News Continuous Bureau | Mumbai 

ગેરકાયદેસર ગુટકાની હેરાફેરી પર કડક કાર્યવાહી કરતા, પાલઘર પોલીસે તલાસરી ખાતેથી લગભગ ₹33 લાખનો ગુટકા જપ્ત કર્યો છે. આ મામલામાં પ્રતિબંધિત તમાકુ ઉત્પાદનોની ગેરકાયદેસર હેરફેર કરવા બદલ બે વ્યક્તીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.
તાલસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ મુજબ, સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને તલાસરી પોલીસની સંયુક્ત ટીમે એક ગુપ્ત માહિતીના આધારે મુંબઈ-અમદાવાદ હાઈવે પર સુતારકર ઓવરબ્રિજ પાસે એક લાલ રંગના ટેમ્પોને અટકાવ્યો હતો. આ ટેમ્પોમાં કોલ્હાપુર સ્થિત બે કંપનીઓનો માલ હોવાનું જણાવાયું હતું, પરંતુ તેની તપાસ કરતાં અંદરથી ₹20.96 લાખનો તમાકુ અને સંબંધિત ઉત્પાદનોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પો પણ જપ્ત કર્યો હતો, જેથી કુલ જપ્ત થયેલી સંપત્તિનું મૂલ્ય ₹32.96 લાખ થયું છે.
આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ડ્રાઈવર બાલુ કિસાન ગંગાવણે (ઉંમર 50) અને રાજુ સંજય કાંબલે (ઉંમર 27) તરીકે થઈ છે, જે બંને મૂળ સાંગલીના રહેવાસી છે. બંને વિરુદ્ધ રાજ્ય-સ્તરના પ્રતિબંધિત આદેશો હેઠળ વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. હાલ બંને આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને વધુ તપાસ ચાલી રહી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :Bandra Terminus: બાંદ્રા ટર્મિનસ પર રેકેટનો પર્દાફાશ: મહિલા પોલીસ અધિકારી સહિત ત્રણ ઝડપાયા

Vasai 11th Floor Lobby Window Fall – વસઈમાં ૧૧મા માળની લોબીની બારીમાંથી પટકાતાં ૬ વર્ષના બાળકનું કરુણ મોત
Nirmalnagar Police Theft Solved – નિર્મલનગર પોલીસની સફળ કામગીરી: ખુલ્લા દરવાજામાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલી સંપૂર્ણ મુદ્દામાલ જપ્ત
Mumbai Lokhandwala Fire AQI – લોખંડવાલા બેક રોડ નજીક આગની ઘટનાઓથી હવાની ગુણવત્તા ખરાબ, સ્થાનિકોએ BMC પાસે કડક કાર્યવાહીની કરી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version