News Continuous Bureau | Mumbai
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 19 જાન્યુઆરીએ એટલે કે આવતીકાલે ( PM Modi’s Mumbai visit ) મુંબઈ આવનાર છે. અહીં તેઓ મુંબઈ મેટ્રોની બે બહુપ્રતિક્ષિત મેટ્રો લાઇન – લાઇન 2A અને લાઇન 7ને ફ્લેગ ઓફ કરશે. દરમિયાન પીએમ મોદીની મુંબઈ મુલાકાતને લઈને સુરક્ષા વધારી દેવામાં આવી છે. મુંબઈ પોલીસે ( Police ) તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ જ ક્રમમાં પોલીસે મુંબઈમાં ડ્રોન ( drones ) , પેરાગ્લાઈડર ( flying objects ) , રિમોટ કંટ્રોલ માઈક્રોલાઈટ એરક્રાફ્ટના ઉડ્ડયન પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ આદેશ ગુરુવારથી અમલ માં આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 19 જાન્યુઆરીએ મુંબઈની મુલાકાતને ધ્યાનમાં રાખીને શહેરના BKC, અંધેરી, મેઘવાડી અને જોગેશ્વરી પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં કોઈપણ ડ્રોન, પેરાગ્લાઈડર, રિમોટ કંટ્રોલ માઈક્રોલાઈટ એરક્રાફ્ટ ફ્લાઈટ્સને મંજૂરી આપવામાં આવશે નહીં. મુંબઈ પોલીસે કહ્યું કે આ આદેશ આજ મધ્યરાત્રિએ 12:01 વાગ્યાથી આવતીકાલે રાતે 11:00 વાગ્યા સુધી લાગુ રહેશે.
આ સમાચાર પણ વાંચો: પિતા બાદ હવે પુત્રનો જેલભેગા થવાનો વારો? નવાબ મલિક બાદ હવે પુત્ર ફરાઝ વિરુદ્ધ કેસ દાખલ,આ કેસમાં થઈ શકે છે ધરપકડ..
મીડિયા રિપોર્ટ મુજબ આ મુલાકાત દરમિયાન મોદી બે મેટ્રો પ્રોજેક્ટ સહિત વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે 6.30 કલાકે મેટ્રો-2એ અને મેટ્રો-7ની વિસ્તૃત લાઈનોનું ઉદ્ઘાટન કરશે. તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમ અંધેરી ઈસ્ટમાં મેટ્રો 7 પર ગુંદાવલી સ્ટેશન પર આયોજિત કરવામાં આવશે. વડાપ્રધાન મોદીની મુલાકાતને લઈને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મુંબઈમાં વિવિધ સ્થળોએ મોદીનું સ્વાગત કરતા હોર્ડિંગ્સ અને બેનરો લગાવવામાં આવી રહ્યા છે .
Join Our WhatsApp Community