News Continuous Bureau | Mumbai
ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના કાર અકસ્માતમાં ( Cyrus Mistry car crash case ) મૃત્યુ ના સંદર્ભમાં ( Police ) પોલીસે કોર્ટમાં ( Palghar court ) ચાર્જશીટ ( chargesheet ) દાખલ કરી છે. પોલીસે બુધવારે 4 જાન્યુઆરી એ પાલઘર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ ચાર્જશીટ દાખલ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ચાર્જશીટ 152 પાનાની છે. આ ચાર્જશીટમાં પોલીસે અકસ્માત માટે બેદરકારી અને ઓવરસ્પીડને મુખ્ય મુદ્દાઓ ગણાવ્યા છે. તેમ જ ચાર્જશીટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કાર ચલાવનાર ગાયનેકોલોજિસ્ટ ડૉ. અનાહિતા પંડોલે માત્ર શોલ્ડર સીટ બેલ્ટ પહેર્યો હતો. તેણે પેલ્વિક સીટ બેલ્ટ (બેલ્ટની નીચેનો ભાગ) પણ પહેર્યો ન હતો.
ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અનાહિતા હજુ પણ તેની ઈજાઓમાંથી સ્વસ્થ થઈ રહી છે. આ ઘટના બાદ પાલઘર પોલીસે નવેમ્બરમાં ડૉક્ટર અનાહિતા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તેમની સામે IPC કલમ 304 (A), 279, 337 અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જો આ મામલાઓમાં દોષી સાબિત થાય તો તેને બે વર્ષ સુધીની જેલ થઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : બેંક ખાનગીકરણ અંગે આવ્યા મોટા સમાચાર! દેશની આ બેંકોનું નહીં થાય ખાનગીકરણ, સરકારે બહાર પાડી નવી યાદી.. જુઓ લિસ્ટ અહીં..
મહત્વનું છે કે સાયરસ મિસ્ત્રી અને તેમના મિત્ર જહાંગીર પંડોલે 4 સપ્ટેમ્બરના રોજ પાલઘર જિલ્લામાં મુંબઈ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સૂર્યા નદીના ઓવરબ્રિજ પાસે કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. મિસ્ત્રી મર્સિડીઝ બેન્ઝ GLC 220 D 4MATIC માં મુસાફરી કરી રહ્યા હતા. મુંબઈની ગાયનેકોલોજિસ્ટ અનાહિતા પંડોલે આ કાર ચલાવી રહી હતી. તેની બાજુમાં તેનો પતિ ડેરિયસ પંડોલે બેઠા હતા.
Join Our WhatsApp Community