News Continuous Bureau | Mumbai
કોરોનાના કારણે ગત બે વર્ષથી કોંકણની હાપુસ કેરી મુંબઈમાં અપેક્ષિત માત્રામાં પહોંચી શકી ન હતી, જેથી કેરીની સિઝનમાં મુંબઈગરાઓ કેરીથી વંચિત રહી ગયા હતા. પરંતુ હવે કોરોના પણ ખતમ થઈ ગયો છે અને નવી મુંબઈના APMC માર્કેટમાં હાપુસ કેરીની ભારે આવક થઈ છે. તો મુંબઈવાસીઓ, આ વર્ષે કેરીઓ ખાવા માટે તૈયાર થઈ જાઓ.
હાપુસની આવક વધવા લાગી
જાન્યુઆરીમાં હાપુસની આવક છૂટક બોક્સ આવ્યા હતા પરંતુ હવે ફેબ્રુઆરીથી હાપુસની આવક વધવા લાગી છે. ગત સપ્તાહે 50 થી 60 બોક્સની આવક થઈ હતી. પરંતુ આ સપ્તાહની શરૂઆતથી જ આવક વધવા લાગી છે. સોમવારે APMC માર્કેટમાં 325 અને મંગળવારે 479 બોક્સ દાખલ થયા હતા. તો બુધવારે માર્કેટમાં 850 બોક્સ પ્રવેશ્યા છે. હાપુસના એક બોક્સની કિંમત સાડા ત્રણથી આઠ હજાર રૂપિયા આંકવામાં આવી રહી છે. દરમિયાન આ વર્ષે સિઝન પૂર્વે વિક્રમી આગમન થયાનો મત વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Lavaએ લોન્ચ કર્યો બજેટ 5G ફોન, 50MP કેમેરા અને 5000mAh બેટરી, ખૂબ જ ઓછી કિંમત
આ કારણે ભાવમાં ઘટાડો
ગત વર્ષે આ સિઝનમાં 20 થી 25 પેટી બજારમાં આવી હતી. તેથી બોક્સની કિંમત પણ બમણી થઈ ગઈ હતી . ગત વર્ષે એક બોક્સની કિંમત 8 હજારથી 15 હજાર રૂપિયા હતી. પરંતુ આ વર્ષે હાપુસ કેરીની વધુ આવકના કારણે ભાવમાં ઘટાડો થયો છે અને ભાવ અડધોઅડધ ઘટીને 3500 થી 8000 રૂપિયા થઇ ગયા છે. આવક વધ્યા બાદ ભાવમાં હજુ વધુ ઘટાડો થવાની સંભાવના વેપારીઓએ વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં કોંકણમાંથી હાપુસ કેરી આવી રહી છે અને હાપુસ કેરી રત્નાગીરી, સિંધુદુર્ગ અને રાયગઢમાંથી આવી રહી છે.
Join Our WhatsApp Community