News Continuous Bureau | Mumbai
ચક્રવાતી વાવાઝોડું બિપોરજોય હવે તેનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરવાનું શરૂ કર્યું છે. રવિવારે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયા બાદ તે ભારતીય તટ તરફ આગળ વધી રહ્યું છે. તે 15 જૂન સુધીમાં પહોંચવાનો અંદાજ હતો, પરંતુ ગુજરાતમાં તેની અસર ત્રણ દિવસ પહેલા જ દેખાવા લાગી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાવા લાગ્યો છે. ગુજરાતની સાથે મહારાષ્ટ્ર અને કેરળમાં પણ દરિયા કિનારે ઊંચા મોજા ઉછળવા લાગ્યા છે. ભારતીય હવામાન વિભાગે ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
IMDએ લખ્યું, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે યલો એલર્ટ. 15 જૂનની બપોર સુધીમાં, બિપોરજોય માંડવી (ગુજરાત) અને કરાચી, પાકિસ્તાનમાંથી પસાર થવાની સંભાવના છે.
મુંબઇ પર સંભવિત વાવાઝોડાનો ખતરો નહીં
જોકે મુંબઇવાસીઓ માટે રાહતના સમાચાર છે. મુંબઇ પર સંભવિત વાવાઝોડાનો ખતરો નહીં..મુંબઇ પર વાવાઝોડાની કોઈ અસર નહીં પહોંચે. ચક્રવાત બિપોરજોય હાલમાં મુંબઈથી લગભગ 500-600 કિમી દૂર છે. તેમણે કહ્યું કે ચક્રવાતને કારણે મુંબઈ પર કોઈ સીધી અસર થઈ નથી. ચોમાસા પહેલાનો વરસાદ અને પવનની ઝડપમાં વધારો એ ચક્રવાતની અસરનું પરિણામ છે. હવામાન બુલેટીન માંથી મુંબઈ પોર્ટને હવામાન વિભાગે બહાર કાઢ્યું જ્યારે જખૌનો ઉમેરો કર્યો છે. હવામાન શાસ્ત્રીઓનું કહેવું છે કે ચક્રવાત બિપોરજોય 15 જૂને ગુજરાતના જખાઉ બંદર નજીક ત્રાટકવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને મુંબઈ અને થાણે માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : બુધ દેવ થવા જઈ રહ્યા છે અસ્ત, આ રાશિના જાતકોને થઈ શકે છે ધનહાનિ
ગુજરાતના દરિયાકાંઠેથી લોકોનું સ્થળાંતર શરૂ થયું
ચક્રવાતની ચેતવણીઓ વચ્ચે, ગુજરાતના કચ્છમાં સત્તાવાળાઓએ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવા અને તેમને અસ્થાયી આશ્રયસ્થાનોમાં ખસેડવાનું શરૂ કર્યું છે. ન્યૂઝ એજન્સીએ દીનદયાળ પોર્ટ ઓથોરિટીના અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે છ જહાજો બંદર છોડી ગયા છે અને સોમવારે વધુ 11 જહાજો રવાના થશે. પોર્ટ અધિકારીઓ અને શિપ માલિકોને પણ તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું છે.