News Continuous Bureau | Mumbai
ટ્રેનમાં તમને બેસવાની જગ્યા ન મળે અને માત્ર ઉભા રહેવું પડે ત્યારે તમે શું કરશો? એક અકલમંદ ટ્રાવેલરે એનો રસ્તો શોધી કાઢ્યો છે. અને તે પણ માત્ર 20 રૂપિયામાં. વાત એમ છે કે સોશિયલ મીડિયા પર અત્યારે એક ફોટોગ્રાફ વાઇરલ થયો છે. આ ફોટોગ્રાફમાં એક મહાશય રસીના સહારે એક હંગામી સ્ટેન્ડ બનાવી લીધું છે. તેમજ તે રસી પર ટેકી ને શાંતિથી પોતાની ઊંઘ કાઢી રહ્યો છે.
આવી રસી દાદર બ્રિજ પર માત્ર ₹20 માં વેચાય છે. હવે સોશિયલ મીડિયા પર લોકો મજા લઈ રહ્યા છે. અનેક પ્રકારની કમેન્ટ કરી રહ્યા છે. પરંતુ આ યાત્રી એ પોતાની ઊંઘ પૂરી કરવા માટે ₹20 ની રસી થી જે જુગાડ શોધ્યો છે તે કાબિલે તારીફ છે.
આ સમાચાર પણ વાંચો: કુલ આઠ કોઓપરેટીવ બેંકના લાયસન્સ રદ કરવામાં આવ્યા. . રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા મોટી કાર્યવાહી.