Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં શિવસેનાની ગુંડાગીરી, ઉધ્ધવનું કાર્ટુન શેર કરવાં બદલ ભૂતપૂર્વ નેવી ઓફિસરને માર માર્યો.. વાંચો વિગત

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

12 સપ્ટેમ્બર 2020

મહારાષ્ટ્રમાં શિવસેના ફરી વિવાદોમાં આવી છે. પહેલા અભિનેત્રી કંગના રનૌત બાદ હવે મુંબઈમાં ભૂતપૂર્વ નેવીના અધિકારી મદન શર્માને માર મારવાનો આરોપ લાગ્યો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ જનતાનો રોષ ભભૂકી ઉઠયો છે. સમતા નગર પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે અત્યાર સુધીમાં છ લોકોની ધરપકડ કરી છે.

 શિવસેનાની ગુંડાગર્દી નો ભોગ બનેલા ભૂતપૂર્વ નેવી ઓફિસરે જણાવ્યું હતું કે '8 થી 10 વ્યક્તિઓએ અચાનક આવી મારા પર હુમલો કરી બેરહમીથી મારવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે મારી આંખમાં ભયંકર ઈજા થઈ છે. આ મારામારી પહેલા મને ધમકીભર્યો ફોન કોલ પણ આવ્યો હતો.'  શિવસેનાના કાર્યકર્તાઓ એ વાતથી નારાજ હતા કે નેવીના ભૂતપૂર્વ અધિકારીએ કથિત રીતે મુંબઈના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે નું કાર્ટૂન શેર કર્યું હતું. જે વાત શિવસૈનિકો ને પસંદ પડી ન હતી. 

આ ઘટનાને લઇને રાજકારણ ગરમાઈ ગયું છે. બીજેપીના પ્રવક્તા સંબિત પાત્રાએ ટ્વિટ કર્યું કે 'વાહ! શિવસેના , એક સેનાપતિપર હુમલો કરીને તમે છત્રપતિ શિવાજી મહારાજનું સન્માન વધાર્યું છે, તમે સાચા શેર છો.!!  આ પહેલા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ ટ્વીટ કર્યું હતું કે 'નેવીના ભૂતપૂર્વ અધિકારી ને શિવસેનાના ગુંડાઓએ બેરહેમીથી માર માર્યો છે, એ લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.'  કથિત મારપીટ નો વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર શિવસેનાને ટ્રોલ કરવામાં આવી રહી છે.. પરંતુ હજુ સુધી શિવસેનાએ આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપી નથી…

  Revas Karanja Sea Bridge Completion – મુંબઈથી અલિબાગનો પ્રવાસ માત્ર 45 મિનિટમાં: રેવસ-કરંજા સાગરી સેતુ ‘આ’ વર્ષ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક
 Mumbai Air Pollution AQI Rises – મુંબઈની હવા ફરી બની ઝેરી! વાયુ પ્રદૂષણ વધતા સરેરાશ AQI 152 પર પહોંચ્યો; નેવી નગર-કુલાબામાં સૌથી વધુ 266 નોંધાયો
 Koyna Water Project 67 TMC Water – મુંબઈની તરસ છીપાવશે કોયનાનું પાણી: 67 TMC વધારાનું જળ લાવવા ₹40,000 કરોડની યોજના
 BMC CCTV in Sensitive Gardens – ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળાં? કુર્લા ગાર્ડનની ઘટના બાદ જાગી BMC, હવે મુંબઈના સંવેદનશીલ બગીચાઓમાં લગાવાશે CCTV કેમેરા
Exit mobile version