Site icon News Continuous Bureau | Mumbai

ભાયખલામાં શિવસેનાને પડશે ફટકો : આ વિધાનસભ્યનું પદ આવ્યું જોખમમાં, ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટને આપી ખોટી માહિતી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 19 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

 

શિવસેનાના ભાયખલાના વિધાનસભ્ય યામિની જાધવનું પદ જોખમમાં આવી ગયું છે. 2019ની વિધાનસભાની ચૂંટણીમાં યામિનીએ પોતાની સંપત્તિ બાબતે ખોટી માહિતી આપી હોવાનું ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટનું કહેવું છે. તેમની એફિડેવિટની તપાસ કરતાં આ બાબત પ્રકાશમાં આવી છે.

રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકાર સત્તામાં છે, ત્યારથી શિવસેનાને એક પછી એક ફટકા પડી રહ્યા છે. પહેલાં એક પ્રધાને રાજીનામું આપવું પડ્યું, હવે શિવસેનાના વધુ એક વિધાનસભ્યનું પદ જોખમમાં આવી ગયું છે.

સેમી એસી લોકલમાં મુંબઈગરાનો પ્રવાસ એક સપનું જ બની રહેશે, જાણો કેમ?

2019માં વિધાનસભાની ચૂંટણીમાં પોતાની એફિડેવિટમાં યામિની જાધવે ખોટી માહિતી આપી હોવાનો ઠપકો આપીને ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે તેમનું વિધાનસભ્ય પદ રદ કરવાની માગણી ચૂંટણી કમિશનરને કરી છે. યામિની જાધવે પોતાના એક કરોડ રૂપિયા એક કંપની પાસેથી લોન તરીકે લીધા હોવાનું બતાવ્યું છે, તપાસ કરતાં આ કંપની બનાવટી હોવાનું બહાર આવ્યું છે. આ રકમ તેમની પોતાની જ હોવાનું ઇન્કમ ટૅક્સનું કહેવું છે. આ બાબતે ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે ચૂંટણી પંચને અહેવાલ આપ્યો છે. 
અહીં ઉલ્લેખનીય છે કે યામિની જાધવે એફિડેવિટમાં પોતાની પાસે 7.5 કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું લખ્યું છે, જેમાં 2.74 કરોડ રૂપિયાની મૂવેબલ માલમતા છે, તો પતિ યશવંત જાધવના નામ પર 4.50 કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું તેમણે કહ્યું છે. એમાં 1.72 કરોડ રૂપિયાની મૂવેબલ  માલમતા હોવાનું તેમણે કહ્યું છે.

 Mumbai Air Pollution AQI Rises – મુંબઈની હવા ફરી બની ઝેરી! વાયુ પ્રદૂષણ વધતા સરેરાશ AQI 152 પર પહોંચ્યો; નેવી નગર-કુલાબામાં સૌથી વધુ 266 નોંધાયો
 Koyna Water Project 67 TMC Water – મુંબઈની તરસ છીપાવશે કોયનાનું પાણી: 67 TMC વધારાનું જળ લાવવા ₹40,000 કરોડની યોજના
 BMC CCTV in Sensitive Gardens – ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળાં? કુર્લા ગાર્ડનની ઘટના બાદ જાગી BMC, હવે મુંબઈના સંવેદનશીલ બગીચાઓમાં લગાવાશે CCTV કેમેરા
Bangladeshi Detained in Ghatkopar ઘાટકોપરમાં ગેરકાયદે રહેતા સાત બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા; દેશનિકાલ (Deportation) ની કાર્યવાહી શરૂ
Exit mobile version