News Continuous Bureau | Mumbai
Mumbai Metro aarey car shade: સુપ્રીમ કોર્ટે (Supreme Court) મુંબઈની આરે કોલોનીમાં મેટ્રો કાર શેડ બનાવવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે. તેની સાથેજ, ટ્રી ઓથોરીટીને 84 વૃક્ષો કાપવાની અરજી પર નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. સુપ્રિમ કોર્ટે મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (MMRCL) ને મુંબઈની આરે કોલોનીમાં કારશેડ પ્રોજેક્ટમાં ટ્રેન રેમ્પના નિર્માણ માટે 84 વૃક્ષો કાપવાની અરજી સંબંધિત સત્તાધિકારી સમક્ષ મૂકવાની મંજૂરી આપી છે.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચે મુંબઈ મેટ્રોના સોલિસિટર જનરલ તુષાર મહેતાની અરજીની નોંધ લીધી હતી કે કાર શેડમાં ટ્રેનો માટે રેમ્પ બનાવવા માટે 84 વૃક્ષો કાપવાની જરૂર છે. બેન્ચે કહ્યું કે MMRCLને 84 વૃક્ષો કાપવા માટે ટ્રી ઓથોરિટી સમક્ષ અરજી દાખલ કરવાની મંજૂરી આપવી જોઈએ. આ સાથે બેન્ચે મેટ્રો પ્રોજેક્ટ સામેની મુખ્ય અરજીઓ પર અંતિમ સુનાવણી આવતા વર્ષે ફેબ્રુઆરીમાં નક્કી કરી છે.
આ સમાચાર પણ વાંચો: Viral Video: 500 રૂપિયાની નોટ બની 20 રૂપિયા; વીડિયોમાં રેલવે કર્મચારીનો ઝોલો ઝડપાયો, વીડિયો થયો વાયરલ
2019માં સુપ્રીમ કોર્ટે સુમોટો નોટિસ લીધી હતી
અગાઉ 7 ઓક્ટોબર, 2019 ના રોજ, સુપ્રીમ કોર્ટે આ મામલો સુમોટો ના માધ્યમથી પોતાના હાથમાં લીધો હતો. જે સંદર્ભે મહારાષ્ટ્ર સરકારે ખાતરી આપી હતી કે આગામી સુનાવણી સુધી ભવિષ્યમાં કોઈ વૃક્ષ કાપવામાં આવશે નહીં. પરંતુ 5 ઓગસ્ટ, 2022ના રોજ કોર્ટે આ મામલાને અંતિમ સુનાવણી માટે રાખ્યો હતો. વર્તમાન અરજીમાં મેટ્રો લાઇન 3 માટે 84 વૃક્ષો કાપવાની પરવાનગી માંગવામાં આવી છે. અગાઉ 2018માં ટ્રી ઓથોરિટીની મંજુરીથી 212 વૃક્ષો કાપવામાં આવ્યા હતા અને હવે કોર્ટ પાસે 84 વૃક્ષોની મંજુરી માંગવામાં આવી છે.
MMRCLએ 84 વૃક્ષો કાપવા માટે અરજી કરી હતી. જ્યારે અરજદાર એનજીઓની પેન્ડિંગ અરજીમાં આરે જંગલ વિસ્તારમાં બાંધકામ અટકાવવાની માંગ કરવામાં આવી હતી. એસજીએ કહ્યું કે પ્રોજેક્ટની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમજ પ્રોજેક્ટનું 95 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. જનહિતને ધ્યાનમાં રાખીને કોર્ટે 84 વૃક્ષો કાપવાની મંજૂરી આપવી જોઈએ. આના પગલે સુપ્રીમ કોર્ટે આરે કોલોનીમાં મેટ્રો કારશેડ સ્થાપવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણય પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો અને 84 વૃક્ષો કાપવાની અરજી પર નિર્ણય લેવાની વૃક્ષ સત્તાધિકારીને સ્વતંત્રતા આપી હતી.
આ સમાચાર પણ વાંચો: Aarey colony fire: ગોરેગાંવની આરે કોલોનીમાં આગ લાગી. કલાકોની મથામણ પછી કાબુ મેળવાયો. જુઓ વિડિયો.