News Continuous Bureau | Mumbai
Mumbai News: પોલીસે મુસાફરો પાસેથી વધુ ભાડું વસૂલતા રિક્ષા અને ટેક્સી ચાલકો તરફ ધ્યાન દોર્યું છે. ટ્રાફિક પોલીસે મુસાફરો પાસેથી પૈસા ઉઘરાવતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે અને ગુરુવારે પ્રથમ દિવસે 69 ટેક્સી-રિક્ષા ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે.
રિક્ષા-ટેક્સી ચાલકો દ્વારા નજીકના ભાડા નકારવા, મુસાફરોને મુખ્ય માર્ગ જ છોડી દેવુ, નજીકનો રસ્તો હોય ત્યારે પણ જાણી જોઈને ફરી ફરીને જવુ. સાથે સાથે મીટર સાથે છેડછાડ, મીટરનો ઉપયોગ કર્યા વિના મનભાવે તે ભાડું વસૂલવાની ફરિયાદો પણ વધી છે. આ ફરિયાદોને ધ્યાને લઈને ડેપ્યુટી પોલીસ કમિશનર પ્રવીણ પૌડવાલ (Deputy Police Pravin Podwal) ના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસે (Traffic Police) ઊંચા ભાડા વસૂલતા વાહનચાલકો સામે કાર્યવાહી શરૂ કરી છે. ટ્રાફિક પોલીસે જણાવ્યું કે ગુરુવારે પ્રથમ દિવસે અલગ-અલગ સ્થળોએ 69 વાહનચાલકોને અંદાજે 34,500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: હાઈવેથી ઘર કેટલું દૂર હોવું જોઈએ? જો તમે નિયમોનું પાલન ન કર્યું, તો તમે તમારી જાતને મુશ્કેલીમાં મુકી શકો છો
છેતરપિંડી?… રિપોર્ટ કરો
એરપોર્ટ, રેલવે સ્ટેશન, શહેર બહારથી આવતા બસ સ્ટોપ પર પોલીસ દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ સ્થળેથી ઉતરેલા ઘણા મુસાફરો પર્યટકો છે. તેઓ મુંબઈ વિશે વધુ જાણતા નથી. આ સ્થિતિનો લાભ લઈને ટેક્સી અને રિક્ષા ચાલકો ઓછા અંતર માટે વધુ ભાડું વસૂલે છે. આવા સ્થળો પર ટ્રાફિક પોલીસ ખાસ વોચ રાખશે.
જેઓ વધુ ભાડા વસૂલીને મુસાફરો સાથે છેતરપિંડી કરે છે તેમની સામે મોટર વ્હીકલ એક્ટની કલમ 21 (12) હેઠળ કાર્યવાહી કરવામાં આવે રહી છે. મોટર વ્હીકલ એક્ટની કલમ 177 હેઠળ વધુ ચાર્જ વસૂલવા માટે દંડની જોગવાઈ છે. ટ્રાફિક પોલીસે અનુરોધ કર્યો છે કે જો કોઈ વાહનચાલક વધુ ભાડું વસૂલ કરે છે અથવા શંકાસ્પદ કિસ્સામાં મુસાફરોની ફરજ છે કે તે ટ્રાફિક પોલીસના ધ્યાનમાં આ બાબત લાવે. અથવા સંબંધિત વાહનના નંબર સાથે નજીકના ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી જોઈએ. .