News Continuous Bureau | Mumbai
દેશભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, જેમાં મહારાષ્ટ્રનો ( Maharashtra ) પણ સમાવેશ થાય છે. શિયાળામાં ઉત્તર મહારાષ્ટ્ર અને મરાઠા વિસ્તારના તાપમાનમાં ( Temperature ) ઘટાડો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના અલગ-અગલ શહેરોમા ઠંડી વધી છે. જેમા ધુલેમાં 7.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જલગાંવનું તાપમાન 9.8 ડિગ્રી સેલ્સિયસ, ઔરંગાબાદ અને નાસિકમાં 10.6 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. પુણેમાં તાપમાન 12.5 ડિગ્રી સેલ્સિયસ થયું છે, જ્યારે નાગપુરમાં લઘુત્તમ તાપમાન 13.2 ડિગ્રી તો મહાબળેશ્વરમાં 14.1 ડિગ્રી, માલેગાંવમાં 14.6 ડિગ્રી, સાતારામાં 14.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
આ સમાચાર પણ વાંચો : વરલી BDD ચાલના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં વધુ એક અડચણ, હવે દુકાનદારો કરી આ માંગ, બોમ્બે હાઇકોર્ટે મ્હાડા, રાજ્ય સરકારને ફટકારી નોટિસ
આ સિવાય મુંબઈના કેટલાક વિસ્તારોમાં પણ ઠંડીથી લોકો ધ્રુજતા જોવા મળ્યા. મુંબઈના સાંતાક્રુઝમાં 16.6 ડિગ્રી, કોલાબામાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. દરમિયાન હવામાન વિભાગે હજુ ઠંડીના તાપમાનમાં વધારો થશે તેવી આગાહી કરી છે.