News Continuous Bureau | Mumbai
બોરીવલી વાસીઓ માટે સારા સમાચાર છે. બોરીવલી વેસ્ટમાં એસવી રોડ પર આવેલા પુલને તોડીને ત્યાં નવો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માર્ગ પરના જૂના પુલનું બાંધકામ જર્જરિત થઈ ગયું હોવાથી તેને તોડીને રૂ.7 કરોડ 07 લાખના ખર્ચે પુનઃનિર્માણ કરવામા આવશે.
મહત્વનું છે કે બોરીવલી વેસ્ટમાં SV રોડ પર કલ્યાણ જ્વેલર્સ પાસેનો પુલ જૂનો થવાને કારણે 2019માં સ્ટ્રક્ચરલ ઑડિટ કરવામાં આવ્યું હતું. આ સમયે ટેકનિકલ કન્સલ્ટન્ટે આ પુલનું સમારકામ કરવાની ભલામણ કરી હતી. આ પુલની ઉંડાઈ પુરતી ન હોવાથી રીપેરીંગ ની કામગીરી હાથ ધરવી શક્ય નથી. તેથી જર્જરિત પુલને તોડીને તે જ જગ્યાએ ફરી પુલ બનાવવાની વિચારણા કરવામાં આવી હતી. આથી, પશ્ચિમી ઉપનગરોમાં પુલના માળખાકીય ઓડિટ માટે નિયુક્ત કરાયેલ SCG કન્સલ્ટન્સી સેવાઓ દ્વારા પુલનું પુનઃનિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં પુલનું બાંધકામ જર્જરિત અને ટ્રાફિક માટે અસુરક્ષિત હોવાથી પુનઃનિર્માણ કરવાનો આખરી નિર્ણય લેવાયો છે. તદ્દનુસાર, આ બ્રિજના નિર્માણ માટે પ્લાન બનાવવા માટે TPF એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને ટેક્નિકલ કન્સલ્ટન્ટ તરીકે પસંદ કરવામાં આવી છે .
આ સમાચાર પણ વાંચો: હવે આ જ બાકી હતું…! પાકિસ્તાનના નાણામંત્રીએ દેશની હાલત માટે ગણાવ્યા અલ્લાહને જવાબદાર!
તે મુજબ મંગાવવામાં આવેલા ટેન્ડરમાં જૈન કન્સ્ટ્રક્શન કંપની ક્વોલિફાય થઈ છે અને આ પુલનું બાંધકામ ચોમાસાને બાદ કરતા 12 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. જ્યારે ટેક્નિકલ કન્સલ્ટન્ટ તરીકે નિયુક્ત ટીપીએફ એન્જિનિયરિંગ પ્રાઈવેટ લિમિટેડ કંપનીને 19 લાખ 50 હજાર 678 રૂપિયાની ફી ચૂકવવામાં આવશે. આ ટેન્ડરમાં 9 જેટલી કંપનીઓએ ભાગ લીધો હતો.