Mumbai Traffic : શું આજે તમે ગાડી લઈને બહાર નીકળવાનો વિચાર કરો છો? તો આ સમાચાર વાંચી લ્યો. G 20 Summit ને કારણે આજે મુંબઇ શહેરમાં ટ્રાફિક ડાઇવર્ઝન છે.

Traffic restrictions in Mumbai for Amit Shah's visit
News Continuous Bureau | Mumbai

Mumbai Traffic : ટ્રાફિક પોલીસે પરિપત્ર બહાર પાડીને લોકોને માહિતગાર કર્યા છે કે મુંબઈ શહેરમાં આગામી 16 તારીખ સુધી અનેક મહત્વપૂર્ણ લોકોની અવર જવર રહેવાની છે. સાન્તાક્રુઝ પૂર્વમાં આવેલી હયાત હોટેલમાં તમામ મીટીંગો પાર પડશે. આ કારણથી વાકોલા એટલે કે સાન્તાક્રુઝ પૂર્વ વિસ્તારમાં મોટા ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવ્યા છે. લોકોને કહેવામાં આવ્યું છે કે પોતાના ગંતવ્ય સ્થાને સમયસર પહોંચવા માટે તેઓ ઘરેથી વહેલા નીકળે.

 ટ્રાફિક ડાઇવર્ઝન નીચે મુજબ છે.

આ સમાચાર પણ વાંચો:  એક મહિના સુધી શુભ પ્રસંગો પર બ્રેક : કમુરતા શરૂ થતા લગ્નની શરણાઈનો સુર સાંભળવા મળશે નહીં

1. ઇમરજન્સી સેવાઓના વાહનો સિવાય હનુમાન મંદિર, જૂના CST રોડ, નેહરુ રોડથી વાકોલા પાઈપલાઈન રોડ સુધી હોટલ તરફ આવતા કોઈપણ પ્રકારના વાહનો માટે પ્રવેશ અથવા પાર્કિંગ રહેશે નહીં.
2. હોટેલમાં પટક કૉલેજ રોડથી છત્રપતિ શિવાજી નગર રોડ સુધી ઇમરજન્સી વાહનો સિવાયના તમામ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.
3. હનુમાન મંદિર, નેહરુ રોડ તરફથી આવતા વાહનોએ હંસબુગરા રોડ અથવા આંબેડકર જંકશન થઈને મિલિટરી જંકશન તરફ જવાનું રહેશે.
4. જૂના CST રોડથી આવતા વાહનો હંસાબુગરા જંક્શન પર જમણો વળાંક લઈને આગળ વધશે અને વાકોલા જંક્શનથી સાંતાક્રુઝ સ્ટેશન, નેહરુ રોડ અથવા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે તરફ આગળ વધશે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *