News Continuous Bureau | Mumbai
મુંબઈ શહેર ( Mumbai ) માં અંડરગ્રાઉન્ડ મેટ્રો ( Underground metro ) હવે થોડા જ સમયમાં શરૂ થઇ જશે. ત્યારે મુંબઈ મેટ્રો દ્વારા સોશિયલ મીડિયા પર લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જાહેરાત કરવામાં આવી હતી કે અન્ડરગ્રાઉન્ડ મેટ્રોનું ટ્રાયલ રન શરૂ થઈ ગયું છે.
આ પ્રસંગે સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ સહિત અનેક યુઝર્સે આ પ્રોજેક્ટ માટે કામ કરનાર દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો: મોડી રાત્રે PM મોદી એરપોર્ટ આવી પહોંચ્યા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલે કર્યું સ્વાગત
મુંબઈ મેટ્રો રેલ કોર્પ લિમિટેડ (MMRCL)ના જણાવ્યા અનુસાર અંડરગ્રાઉન્ડ મુંબઈ મેટ્રો લાઈન-3 ને કારણે પર્યાવરણનો લાભ થશે. તેમજ ઓટોમેટીક લાઇટ કંટ્રોલ ફીચરને કારણે વીજળીની બચત પણ થશે.
અંડરગ્રાઉન્ડ કોલાબા થી બાંદ્રા અને સીપ્ઝ સુધી ચાલવાની છે.
Join Our WhatsApp Community#મુંબઈ શહેરની #અંડરગ્રાઉન્ડ મેટ્રોનું #ટ્રાયલ રન શરૂ થયું, જુઓ પહેલો #વિડીયો.#Mumbai #MumbaiMetro #Underground #trailrun #firstvideo #newscontinuous pic.twitter.com/5Wy22W3IyJ
— news continuous (@NewsContinuous) December 12, 2022