દર વર્ષની જેમ આ વર્ષે પણ રામ નવમી પર મુંબઈના મલાડ વિસ્તારમાં હિન્દુ સંગઠનો દ્વારા શોભા યાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા માલવાણી વિસ્તારમાંથી પસાર થઈ ત્યારે બંને પક્ષો સામસામે આવી ગયા હતા. શોભા યાત્રાના આયોજકોનું કહેવું છે કે તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઘટના બાદ પોલીસે ભીડને અલગ કરી દીધી હતી.
મલાડમાં રામનવમીની શોભાયાત્રામાં ફરી વાર પથ્થરમારો, પોલીસે લાઠીચાર્જ કર્યો, જુઓ વિડીયો#malad #malvani #mumbai #maharshtra #stonepelting #ramnavmi pic.twitter.com/E11KnIPh7C
— news continuous (@NewsContinuous) March 31, 2023
હાલમાં, હજુ સુધી કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. ઘટના બાદ પથ્થરમારો અને અથડામણની અલગ-અલગ તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. મુંબઈના મલાડમાં રામ નવમીની શોભાયાત્રામાં જે હંગામો થયો હતો. તેનો એક વીડિયો છે. વિડિયોમાં પથ્થરમારો કરનારને પથ્થર ફેંકતી વખતે કેદ કરવામાં આવ્યો છે. મલાડના માલવાણી વિસ્તારના ઘણા વીડિયો સામે આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : અમિતાભ બચ્ચને કેમેરામાં કેદ કર્યો અંતરિક્ષનો અદભુત નજારો, સીધી રેખામાં દેખાયા 5 ગ્રહ, વીડિયો થયો વાયરલ